મુશ્કેલીઓ દૂર કરવાની રાજય સરકારની સતા - કલમ:૧૮

મુશ્કેલીઓ દૂર કરવાની રાજય સરકારની સતા

(૧) આ અધિનિયમની જોગવાઇઓનો અમલ કરવામાં કોઇ મુશ્કેલી ઊભી થાય તો રાજય સરકાર રાજપત્રમાં હુકમ પ્રસિધ્ધ કરીને મુશ્કેલી દૂર કરવા માટે જરૂરી અથવા ઇષ્ટ લાગે તેવી આ અધિનિયમની જોગવાઇઓ સાથે અસંગત ન હોય તેવી જોગવાઇઓ કરી શકશે. પરંતુ આ અધિનીયમના આરંભની તારીખથી બે વષૅ પૂરા થયા પછી પેટા કલમ (૧) હેઠળ કોઇપણ હુકમ કરવો જોઇશે નહિ. (૨) આ કલમ હેઠળ કરેલો દરેક તે કરવામાં આવે તે પછી બનતી ત્વરાએ રાજય વિધાનમંડળ સમક્ષ મૂકવો જોઇશે.