
વ્યાખ્યા
(૧) આ અધિનિયમમાં સંદર્ભથી અન્યથા અપેક્ષીત ન હોય તો (એ) “અત્યાચાર” એટલે કલમ ૩ હેઠળ ન શિક્ષાપાત્ર ગુન્હો (બી) "અધિનિયમ" એટલે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪ નો રજો) (બીબી) “આશ્રિત" એટલે પીડીતના પતિ અથવા પત્નિ, બાળકો, માતા-પિતા, ભાઈ અને બહેન કે જેઓ પીડીત પર પૂર્ણ કે મુખ્ય રીતે આધારીત હોય તેમના સહકાર અને નિર્વાહ માટે આધારીત હોય. (બીસી) “આર્થિક બહિષ્કાર" એટલે (૧) કામે રાખવાના વ્યવહાર માટે મનાઈ કે બીજી વ્યક્તિ સાથે ધંધો કરવો કે (૨) નોકરી આપવી કે અવેજની કરારીત નોકરી પૂરી પાડવી તકોને સમાવિષ્ટ કરતી તકો માટે નકાર કરવો (૩) ધંધાના સામાન્ય ક્રમાનુસારમાં થતું ખર્ચ એ કોઈપણ શરતોએ કરવાની ના પાડવી (૪) વ્યવસાય કે ધંધાકીય સંબંધો જે બીજા વ્યક્તિ સાથે રાખવાથી દુર રાખવું. (બીડી) “વિશિષ્ટ ખાસ કોર્ટ” એટલે અધિનિયમ હેઠળ ગુનાઓ માટે વિશિષ્ટ રીતે ચલાવવા માટે કલમ ૧૪ ની પેટા કલમ (૧) નીચે સ્થાપના કરવામાં આવેલી “વિશિષ્ટ ખાસ કોર્ટ" (બીઈ) "વન અધિકારો" નો અર્થ કલમ ૩ ની પેટા કલમ (૧) માં અનુસૂચિત જનજાતિ અને બીજા પરંપરાગત જંગલમાં રહેનાર (માન્યતા અને વન અધિકાર) કાયદો ૨૦૦૬ (સન ૨૦૦૭ નો રજો) પ્રમાણે રહેશે. (બીએફ) "સફાઈ કરનારાઓનું મેન્યુઅલ" નો અર્થ હાથથી રસ્તો સફાઈ અને તેમના પુન: સ્થાપન તરીકે રોજગારીનો પ્રતિબંધ કાયદો ૨૦૧૩ (સન ૨૦૧૩ નો ૨૫મો) ની કલમ ૨ ની પેટા કલમ (૧) નો ખંડ (જી) માં કરવામાં આવ્યો છે તે પ્રમાણે રહેશે.(બીજી) "જાહેર નોકર" નો અર્થ ભારતીય ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ નો ૪૫ મો) ની કલમ ૨૧ માં કરેલ અર્થ સાથે સાથે સમયાનુસાર જે બીજો કાયદો અમલમાં હોય તેના નીચેના “માની લીધેલ જાહેર સેવકોને જાહેર સેવકો અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર નીચે તેની અધિકૃતતતાથી કાર્ય કરતી કોઈપણ વ્યક્તિ કેસ પ્રમાણે તે સમાવિષ્ટ કરવી. (સી) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો અર્થ સંવિધાનના અનુચ્છેદ ૩૬૬નો ખંડ ૨૪ અને ખંડ ૨૫ હેઠળ અનુક્રમે જે કર્યો છે તે જ થશે. (ડી) "ખાસ ન્યાયાલય” એટલે કલમ ૧૪ માં ખાસ ન્યાયાલય તરીકે નિર્દિષ્ટ કરેલ સેસન્સ ન્યાયાલય.(ઈ) “ખાસ પબ્લિક પ્રોસીક્યુટર” એટલે કલમ ૧૫ માં ખાસ પબ્લિક પ્રોસીક્યુટર તરીકે પબ્લિક પ્રોસીક્યુટ અથવા તેમાં ઉલ્લેખાયેલ એડવોકેટ.(ઈએ) "અનુસૂચિ" એટલે આ અધિનિયમમાં ઉમેરેલી અનુસૂચિ.(ઈબી) "સામાજીક બહિષ્કાર” એટલે વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે ભળવાની કે તેના તરફથી કોઈ રિવાજ-રીતિની કોઈ સેવા લેવાની ના પાડવી કે એકબીજા સાથે રાખવાના સંબંધ રાખવાથી દૂર રાખવો કે બીજાથી તેને અલગ કરવો.(ઈસી) “પીડીત” એટલે કોઈ વ્યક્તિ જે કલમ ૨ ની પેટા કલમ (૧) ના ખંડ (સી) નીચે હેઠળ “અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ” ની વ્યાખ્યામાં આવતો હોય અને જેને આ અધિનિયમ હેઠળ થયેલ કોઈપણ ગુનાના પરિણામે શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક, લાગણીશીલતા કે નાણાકીય રીતે સહન કર્યુ હોય કે તેમાંથી પસાર થયેલ હોય કે તેણે કે તેની મિલકતને નાંણાકીય નુકશાન થયેલ હોય અને તેના સગા-સંબંધીઓ કાયદેસરના વાલી અને કાયદેસરના વારસદારોનો સમાવેશ થાય છે. (ઈડી) "સાક્ષીઓ" એટલે કોઈ વ્યક્તિ કે જે હકીકત અને સંજોગોથી માહિતગાર હોય કે તેના કબ્જામાં કોઈ માહિતી હોય કે આ અધિનિયમ હેઠળ સંકળાયેલા કોઈ ગુનાની તપાસ, અન્વેષણ કે કેસ ચલાવવા માટે જરૂરી માહિતી હોય અને જે માહિતી આપે કે આપવી જરૂરી હોય કે નિવેદન કરે કે આવા કેસની તપાસ, અન્વેષણ કે કેસ ચલાવવા માટે જરૂરી માહિતી હોય અને જે માહિતી આપે કે આપવી જરૂરી હોય કે નિવેદન કરે કે આવા કેસની તપાસ, અન્વેષણ કે ટ્રાયલ દરમિયાન કોઈ દસ્તાવેજ રજુ કરે અને આવા ગુનાના પીડીત. (એફ) આ અધિનિયમમાં વાપરેલા શબ્દો અને સ્પષ્ટતા પરંતુ વ્યાખ્યાયિત નહીં થયેલા અને ભારતીય ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ (સન ૧૮૬૦ નો ૪૫મો) ભારતીય પુરાવાનો કાયદો, ૧૮૭૨ (સન ૧૮૭૨મો ૧લો) કે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૯૭૪નો રજો) કેસ પ્રમાણેમાં વ્યાખ્યાયિત થયેલાને આ કાયદામાં એજ રીતે અર્થ કરેલો માનવામાં આવશે. જે રીતે તે કાયદાઓમાં છે. નોંધ સન ૨૦૧૬ના અધિનિયમ ક્રમાંક ૧ મુજબ કલમ ૨ ના પેટા કલમ (૧) ના પેટા ખંડ (બી-બી) થી (બી-જી) સુધીઅને (ઈ-એ) થી (ઈ-ડી) સુધી ઉમેરવામાં આવી છે. અ.તા. ૨૬-૧-૨૦૧૬(૨) જે કોઈ વિસ્તારમાં કોઈ અધિનિયમ અથવા તેની જોગવાઈ અમલમાં ન હોય તેવા અધિનિયમ અથવા તેની જોગવાઈનો સંદર્ભ આ અધિનિયમમાં હોય તો તેવા વિસ્તારમાં તેવા અધિનિયમને અનુરૂપ કાયદો અથવા તેવો અમલમાં હોય તે કાયદાનો અથવા તેની જોગવાઈઓનો સંદર્ભ આપેલ છે એમ અર્થ થશે.
Copyright©2023 - HelpLaw