
અત્યાચારોના ગુનાઓ માટે શિક્ષા
(૧) જે કોઈ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો સભ્ય ના હોય આવા સભ્યને આવો બિન ખાધ્ય કે ઘૃણાસ્પદ પદાર્થ ખાવા કે પીવા માટે દબાણ કરેતેમાં કે પ્રવેશ દ્વાર પાસે મળ-મૂત્ર, ગટરનો કચરો કે જાનવર કે માણસના ચામડા, સભ્યને ઈજા પહોંચાડવા, અપમાન કરવાના, કરાવાને ઈરાદાથી મળ-મૂત્ર, બગડેલી ચીજવસ્તુઓ, પશુઓના મળ કે બીજા ઘૃણાસ્પદ પદાર્થ તેના પાડોશીના ત્યાં ફેંકી જાય (ડી) બુટ-ચંપલનો હાર સાથે કે નગ્ન પરેડ કે અર્ધનગ્ન પરેડ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્યોને કરાવે (ઈ) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્યને જબરજસ્તીથી કોઈ કૃત્ય જેવા કે વ્યક્તિ પરથી કપડા ઉતરાવવા, માથુ મુંડન કરાવવું, જબરજસ્તીથી કરાવવું, મૂછો મૂંડાવવી, ચહેરો કે શરીર પર ચિત્રણ દોરાવવું કે બીજી કોઈ તેના જેવા જ કોઈ કાર્ય જેવી માનવ ગૌરવને નીચું કરે.(એફ) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્યની માલિકીની કે તના કબ્જાની કે ફાળવવામાં આવેલી કે સક્ષમ અધિકારી દ્વારા ફાળવવામાં આવેલી જમીનનો કબ્જો ખોટી રીતે લઈ લે કે તેની જમીનની ખેતી કરે કે આવી જમીનની ફેરબદલી કરે.(જી) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્યને ખોટી રીતે તેની જમીનમાંથી કે મકાન કે તેના જંગલના હક્કો, સમાવતા હોય તેના હક્કોમાં દખલ કરે તેનો કોઈ જમીન પર કે મકાન કે પાણી કે સિંચાઈ સવગડ કે તેના પાકનો નાશ કરે કે તેની પેદાશને લઈ લે. સ્પષ્ટીકરણ ખંડ (એફ) ના હેતુ માટે અને આ ખંડમાં ખોટી રીતે વ્યક્તિના સમાવિષ્ટ કરે છે. (એ) વ્યક્તિની મરજી વિરૂદ્ધ (બી) વ્યક્તિની મંજુરી સિવાય (સી) વ્યક્તિની મંજુરી સાથે પરંતુ આવી મંજુરી, કોઈ વ્યક્તિ કે બીજી વ્યક્તિ જેમાં તે વ્યક્તિમાં હિત હોય તેવા મૃત્યુનો ભય કે ઈજા કે માં મુકીને તેમની હોય (ડી) આવી જમીનનો ખોટો રેકર્ડ બનાવવા. (એચ) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્યને ભીખારી કે દબાણના બીજા સ્વરૂપ કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેર હેતુ માટેની ફરજીયાત સેવા સિવાયની બંધક મંજુરી બનાવવો. (આઈ) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્યને માણસ કે પશુના હાડપિંજર કે મૃતદેહને લઈ જવા કે નિકાલ કરવા કે કબર ખોદવા ફરજ પાડવી. (જે) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્યને હાથથી રસ્તા, ગટર સફાઈ કરાવવી કે આવા હેતુ માટે કામે રાખવો કે કામે રાખવા મંજુરી આપવી. (કે) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની સ્ત્રીઓ પાસે દેવી સ્વરૂપ ખોટી દેવી, પૂજાના હેતુ, મંદિર કે બીજી ધાર્મિક સંસ્થાઓમાં દેવદાસી કે તેના જેવી બીજી કોઈ ક્રિયાઓ કરાવવી કે તેને પ્રોત્સાહન આપવું કે ઉપર મુજબના હુકમો કરાવવા મંજુરી આપવી. (એલ) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્યને દબાણ, બીવડાવવીને અટકાવવો.(એ) મત આપવા દેવો નહીં કે કોઈ ચોક્કસ ઉમેદવારને મત આપવો કે કાયદામાં કરેલી જોગવાઈથી બીજી રીતે વોટ આપવા(બી) ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવું કે આવું ઉમેદવારી ફોર્મને પરત ખેંચવું. (સી) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્યને ઉમેદવાર તરીકે કોઈ ચુંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે દરખાસ્ત ન કરવી. (એમ) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્ય કે જે બંધારણના ભાગ ૯-એ હેઠળ પંચાયતમાં સભ્ય કે અધ્યક્ષ કે બીજો કોઈ હોદો ધરાવતો હોય તો તેને તેની સામાન્ય ફરજો અને કાર્યો કરતા રોકવો, દબાણ કે ધાકધમકીથી બીવડાવવો. (એન) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્યને ચુંટણી પછી ઈજા કે ગંભીર ઈજા પહોંચાડવી કે હુમલો કરવો કે આર્થિક કે સામાજીક બહિષ્કાર કરવો કે તેની ધમકી આપવી કે તેને પ્રાપ્ત થતા કોઈ જાહેર સેવાના પ્રાપ્ય લાભો મળતા રોકવા. (ઓ) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્યની વિરૂદ્ધમાં આ અધિનિયમ હેઠળ કોઈ ચોક્કસ વ્યક્તિને મત આપવા માટે કે નહીં આપવા માટે કે કાયદા મુજબનું મતદાન કરવા માટે કરવામાં આવતો ગુનો (પી) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્યની વિરૂદ્ધમાં ખોટા, દ્વેષભાવ રીતે કે હેરાન કરવાથી માત્રથી દાવો કે ફોજદારી કે કાયદાકીય કાર્યવાહી કરવા. (ક્યુ) ખોટી અને વ્યર્થ માહિતી જાહેર સેવકને આપવી કે જેથી તે જાહેર સેવક તેના કાયદેસરની સત્તાનો ઉપયોગ કરીને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્યને નુકશાન કે હેરાનગતિ થાય.(આર) કોઈ જગ્યાએ જાહેર રીતે તેનું અપમાન કરવાના ઈરાદાથી અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્યને જાણી જોઈને ઉતારી પાડવો કે ધમકાવવો.(એસ) કોઈ જગ્યામાં જાહેર રીતે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્યને ગાળો આપવી.(ટી) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્યો જેને ધર્મ સંબંધી કે ઉચ્ચ માનવતા રાખવા હોય તે વસ્તુનો નાશ કે નુકશાન કે ગંદુ કરે.સ્પષ્ટીકરણ આ ખંડના હેતુ માટે "વસ્તુ" એટલે પૂતળુ, ફોટોગ્રાફ અને છબીનો સમાવેશ થાય છે. (યુ) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્યોની વિરૂદ્ધમાં લખાયેલા કે બોલાયેલા શબ્દો દ્વારા કે નિશાનીઓ કે દ્રશ્ય રીતે રજુઆત
(એ) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સભ્યના મોંમાં કોઈ બિન ખાધ્ય કે ઘૃણાસ્પદ પદાર્થ મૂકે કે (બી) અનુસૂચિત જાતિ કે અનુસૂચિય જનજાતિનાં સભ્ય દ્વારા જે જગ્યા કે મકાન રાખવામાં આવેલ હોય (સી) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના કોઈ . હાડપિંજર કે બીજો કોઈ ઘૃણાસ્પદ પદાર્થ ફેંકી જાય. કે બીજી રીતે દુશ્મનાવટ, ધિક્કારપાત્રતા કે ખરાબ ભાવનાને પ્રોત્સાહન આપે કે પ્રોત્સાહન આપવા પ્રયત્ન કરે.(વી) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના કોઈ મૃત્યુ પામેલ સભ્ય જે ઉચ્ચ આદર ધરાવતા હોય તેનું લખાયેલું કે બોલાયેલા શબ્દો દ્વારા અપમાન કરે. (ડબલ્યુ) (૧) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની કોઈ સ્ત્રીને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની હોવાથી જાણીને ઈરાદાપૂર્વક સ્પર્શ કરે ત્યારે આવો સ્પર્શ જાતીય પ્રકાર અને તેની સંમતિ વિનાનો હોય. (૨) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની સ્ત્રીને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની છે જાણીને જાતીય પ્રકારના શબ્દો વાપરે, કૃત્યો કે ચેનચાળા કરે.સ્પષ્ટીકરણ પેટા ખંડ (૧) ના હેતુ માટે સંમતિ એટલે અસમાન મરજી સહમતિ જ્યારે વ્યક્તિ શબ્દો, ચેનચાળા કે કોઈપણ પ્રકારનું બિનશાબ્દિક સ્વરૂપનો વ્યવહાર, ચોક્કસ કૃત્યમાં ભાગ લેવાની ઈચ્છાથી વ્યવહાર કરવો. જોગવાઈ કરવામાં આવી છે કે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની સ્ત્રી કોઈપણ જાતીય પ્રકારના કૃત્યનો શારીરિક પ્રતિકાર ના કરે એ ફક્ત એ હકીકતના કારણે હોય કે તો જાતીય પ્રવૃતિમાં સંમતિ છે તે માનવામાં આવશે. વધુમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે સ્ત્રીનું જાતીય ચરિત્ર, ગુનેગાર સાથેનું સમાવતા તેની સંમતિ છે સૂચવતું નથી કે તેનો ગુનો ઘટાડતુ નથી.(એક્સ) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્યો સામાન્ય રીતે વાપરતાં હોય તે પાણીનો ઝરો કે ટાંકો કે હોજ, જળાશય તેને ખરાબ કરે કે ગંદુ કરે, બગાડે જેથી તેનો સામાન્ય રીતે ઉપયોગ કરવા ના આવે.(વાય) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના કોઈ સભ્યને કોઈ જાહેર જગ્યામાં જવા-આવવાનો રૂઢિગત હક્ક હોય તેવી જગ્યામાં ઉપયોગ કરવાની ના પાડવી કે જાહેર જગ્યામાં જાહેર જનતાના સભ્યો ઉપયોગ કરતા હોય તેવી જાહેર જગ્યાનો ઉપયોગ કરવામાં અવરોધ કરે કે તેને અટકાવે.(ઝેડ) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્યને તેના ઘર, ગામ કે રહેઠાણના બીજી જગ્યાને છોડવા દબાણ કરે જોગવાઈ કરવામાં આવી છે કે, આ ખંડમાં એવું કંઈ સમાવેશ થતો નથી કે જેમાં જાહેર ફરજ બજાવતાં કોઈ પગલાં લીધા હોય. (ઝેડ-એ) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્યને કોઈ રીતે (નીચેની બાબતે) અટકાવવા કે અવરોધ ઉભો કરવો. (એ) તે વિસ્તાર જાહેર મિલકતો કે દફનક્રિયા કે અગ્નિક્રિયા માટેનું સ્થળ, જે બીજા સમાન માટે સમાન હોય, કોઈ નદી, ઝરણું, પાણીનો પ્રવાહ, ઝરણું, કૂવો, ટાંકી, હોજ, પાણીના નળ કે બીજી પાણીની જગ્યાઓ કે કોઈ નહાવાનો ઘાટ, જાહેર વાહન, કોઈ રોડ કે રસ્તાઓ ઉપયોગ કરવા. (બી) પર્વતારોહણ કે સાયક્લીંગ ચલાવવું કે મોટર સાયકલ ચલાવવું કે બુટ ચંપલ કે નવા કપડાં જાહેરમાં પહેરવા કે લગ્ન પ્રસંગ કે ઘોડેસવારી કે લગ્ન પ્રસંગે બીજા કોઈ વાહનનો ઉપયોહ કરવા. (સી) જાહેર જનતા માટે ખુલ્લુ હોય તેવું વ્યક્તિ કરવાની જગ્યા કે બીજા વ્યક્તિઓ એજ ધર્મનાં હોય કે તેમાં ભાગ લેવા કે કોઈ ધાર્મિક, સામાજીક કે સાંસ્કૃતિક કાર્યક્રમો, જાત્રા કે સમાવિષ્ટ કરતા વિ.માંથી બહાર નીકળતાં. (ડી) કોઈ શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ, ડીસ્પેન્સરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દુકાન કે જાહેર મનોરંજનના સ્થળ કે બીજા જાહેર જનતાની જગ્યાઓ કે જાહેર જનતા માટે ઉપયોગમાં લેવાતા વાસણો કે વસ્તુ કે જે જાહેર ખુલ્લી જગ્યામાં હોય તેનો ઉપયોગ કરવા કે તેમાં પ્રવેશ કરવા.(ઈ) કોઈ વ્યવસાય કરવા કે કોઈ ધંધો, વેપાર કે રોજગારી કોઈ નોકરીમાં કે જેમાં બીજા જનતાના સભ્યો કે તેના કોઈ ભાગ, જેમને કરવાનો હક્ક હોય કે પ્રવેશ કરવાનો હક્ક હોય તેમાં. (ઝેડ-બી) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્યને મેલી વિદ્યા કે જાદુ કરવાનો આરોપસર શારીરિક ઈજા કે માનસિક ત્રાસ આપવો. (ઝેડ-સી) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની કોઈ વ્યક્તિ કે કુટુંબ કે સમુહનો સામાજીક કે આર્થિક બહિષ્કાર કરવો કે તેની ધમકી આપવી તેને છ માસની મુદતથી ઓછી નહી પરંતુ પાંચ વર્ષ સુધીના કેદની સજા દંડને પાત્ર થશે.નોંધ સન ૨૦૧૬ ના અધિનિયમ ક્રમાંક ૧ મુજબ કલમ-૩ નવેસરથી મુકવામાં આવેલ છે. અ.તા.૨૬/૦૧/૨૦૧૬(૨) અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિનો સભ્ય ન હોય તેવી જ કોઈ વ્યક્તિ(૧) પ્રવર્તમાન કાયદા હેઠળ જે ગુના માટે મોતની શિક્ષા થઈ શકે તેમ હોય તેવા કાયદા હેઠળના ગુના માટે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના કોઈપણ સભ્યને શિક્ષા કરાવવાના ઈરાદાથી અથવા તેને સજા થવા સંભવ છે તેવી જાણકારીથી ખોટો પુરાવો આપે અથવા ઉપજાવી કાઢે તે આજીવન કેદ અને દંડની શિક્ષાને પાત્ર થશે અને જો અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિનો નિર્દોષ વ્યક્તિ તેવા ખોટા અથવા ઉપજાવી કાઢેલા પુરાવાના પરિણામે જો ગુનેગાર સાબિત ઠરશે અને સજા પામશે તો તેવા ખોટા અને ઉપજાવી કાઢેલા પુરાવા આપનાર વ્યક્તિ મોતની શિક્ષાને પાત્ર થશે. (૨) જે ગુના માટે મોતની શિક્ષા નહીં, પરંતુ સાત વર્ષ અથવા તેથી વધુ મુદતની કેદની શિક્ષા થઈ શકે તેમ હોય તેવા ગુના માટે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્યને શિક્ષા કરાવવાના ઈરાદાથી અથવા તેને સજા થવા સંભવ છે તેવી જાણકારીથી ખોટો પુરાવો આપે અથવા ઉપજાવી કાઢે તેને છ માસ કરતાં ઓછી મુદતની નહી પરંતુ સાત વર્ષ સુધીની અથવા તેથી વધુ મુદતની કેદની સજા અને સાથે દંડની શિક્ષાને પાત્ર થશે.(૩) અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના કોઈપણ સભ્યની કોઈ મિલકતને નુકશાન કરવાના ઈરાદાર્થી કે નુકશાન થવા સંભવ છે તેવી જાણકારીથી આગ અથવા કોઈ સ્ફોટક પદાર્થથી બગાડ કરે તેને છ માસ કરતા ઓછી મુદતની નહીં પરંતુ સાત વર્ષ સુધીની કેદની અને સાથે દંડની શિક્ષાને પાત્ર થશે. (૪) અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના કોઈપણ સભ્ય દ્વારા સામાન્ય રીતે ઉપાસના સ્થળ તરીકે ઉપયોગ થતો હોય તેવું કોઈ મકાન અથવા માનવ વસવાટ માટેની જગ્યા અથવા તેની કબ્જાવાળી મિલકત માટેની જગ્યાને નુકશાન કરવાના ઈરાદે કે નુકશાન થવા સંભવ છે તેવી જાણકારીથી આગ અથવા સ્ફોટક પદાર્થથી બગાડ કરે તે આજીવન કેદની અને દંડની શિક્ષાને પાત્ર થશે. (૫) આવી વ્યક્તિ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિનો સભ્ય છે કે આવી મિલકત આવા સભ્યની છે એમ જાણીને તેવા કારણે તેવી વ્યક્તિ કે મિલકત વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતા હેઠળનો દસ વર્ષની કેદની શિક્ષાને પાત્ર અથવા તેથી વધુ મુદતની કેદની શિક્ષાને પાત્ર ગુનો કરે તે આજીવન કેદની અને દંડની શિક્ષાને પાત્ર થશે.(૫-એ) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના સભ્ય જાણીને કે મિલકત અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ સભ્યને લગતી છે એમ જાણીને અનુસૂચિમાં દર્શાવવામાં આવેલા ગુનાઓ કોઈ વ્યક્તિ કે મિલકત વિરૂદ્ધના હોય તે ભારતીય ફોજદારી ધારો (સન ૧૮૬૦ નો ૪૫મો) હેઠળ આવા ગુનાની જે સજાને પાત્ર થશે અને દંડને પણ પાત્ર થશે. નોંધસન ૨૦૧૬ ના અધિનિયમ ક્રમાંક ૧ મુજબ કલમ-૩ની પેટા કલમ (૨)ના પેટા ખંડ (૫-એ) ઉમેરવમાં આવી છે. અ.તા.૨૬/૦૧/૨૦૧૫(૬) આ પ્રકરણ હેઠળ ગુનો કરવામાં આવ્યો છે તેવું જાણવા અથવા માનવાને કારણ હોવા છતાં ગુનેગારને કાયદાનુસાર શિક્ષામાંથી બચાવવાના ઈરાદાથી તે ગુનાના સંબંધિત પુરાવાને દુર કરે અથવા તેવા ઈરાદાથી સંબંધિત પોતે આપેલી માહિતી ખોટી છે તેવી માહિતી તેવા ગુના સંબંધે આપે તે તેવા ગુના માટે ઠરાવેલી શિક્ષાને પાત્ર થશે અથવા(૭) રાજ્યસેવક હોઈ આ કલમ હેઠળ ગુનો કરે તો એક વર્ષની ઓછી નહી પરંતુ તે ગુના માટે ઠરાવેલી કેદની શિક્ષા સુધી વિસ્તરે તેવી શિક્ષાને પાત્ર થશે.
Copyright©2023 - HelpLaw