અમુક વ્યક્તિઓની મિલકતની જપ્તી. - કલમ:૭

અમુક વ્યક્તિઓની મિલકતની જપ્તી.

(૧) આ પ્રકરણ હેઠળના શિક્ષાપાત્ર ગુના માટે કોઈ વ્યક્તિ ગુનેગાર ઠરેલ હોય ત્યારે ખાસ ન્યાયાલય કોઈ શિક્ષાના નિર્ણય કરવા ઉપરાંત લેખિતમાં હુકમ કરીને જંગમ અથવા સ્થાવર અથવા બંને પ્રકારની કોઈ મિલકત એ વ્યક્તિની હોય કે જેનો ઉપયોગ તે ગુનો કરવામાં કરાયેલો હોય તે સરકારમાં જપ્ત થયેલી ગણાશે એવું જાહેર કરી શકાશે. (૨) આ પ્રકરણ હેઠળના કોઈ ગુનાનો આરોપી હોય ત્યારે તેની સામે ઈન્સાફી કાર્યવાહી ચલાવતી ખાસ અદાલત માટે એવી ઈન્સાફી કાર્યવાહી દોષિત હોવામાં પરિણમે તો એવી રીતે જપ્ત કરેલ મિલકત આ પ્રકરણ હેઠળ નાખવામાં આવેલ કોઈ દંડ વસુલ કરવાના હેતુ માટે જરૂર હોય તેટલા પ્રમાણમાં જપ્ત થવાને પાત્ર ગણાશે.