ગુનાઓ વિશે માની લેવા બાબત.. - કલમ:૮

ગુનાઓ વિશે માની લેવા બાબત..

આ પ્રકરણ હેઠળના ગુનાની ફરિયાદની કાર્યવાહીમાં જો એમ સાબિત થાય કે(એ) આ પ્રકરણ હેઠળના આરોપીને અથવા ગુનો કર્યાનો વ્યાજબી શક હોય તેને આરોપી વ્યક્તિએ કરેલા ગુનાના સંબંધમાં કોઈ નાંણાકીય મદદ આરોપીએ કરી છે તો ખાસ અદાલત વિરૂદ્ધનું સાબિત ન થાય તો એમ માની લેખે કે એવી વ્યક્તિએ ગુનાનું દુષ્મેરણ કર્યુ હતુ. (બી) આ પ્રકરણ હેઠળનો ગુનો વ્યક્તિના જુથે કરેલ હોય અને જો એવું સાબિત થાય કે તેવો ગુનો જમીન કે અન્ય બાબત સંબંધી અસ્તિત્વ ધરાવતી કોઈ તકરારના પરિણામ રૂપે હતો તો એવું માની લેવું જોઈશે કે સમાન ઈરાદો પાર પાડવા અથવા સમાન હેતુની ફરીયાદમાં ગુનો કર્યો હતો. (સી) “આરોપીને પીડીતની અંગત માહિતી કે તેની કુટુંબની અંગત માહિતી હોય” તો કોર્ટ વિરૂદ્ધમાં કંઈ સાબિત થાય ત્યાં સુધી આરોપીને પીડીતની જાતિ કે આદિજાતિની ઓળખની જાણકારી છે તેમ માનશે.