
સત્તા આપવા બાબત.
(૧) કોડમાં અથવા આ અધિનિયમની બીજી કોઈપણ જોગવાઈમાં ગમે તે મજકુર હોય તેમ છતાં રાજ્ય સરકારને જો તેમ કરવાનું જરૂરી અથવા સલાહભર્યુ લાગે તો (એ) આ અધિનિયમ હેઠળના ગુના અટકાવવા માટે અને અંકુશ મુકવા માટે અથવા (બી) આ અધિનિયમ હેઠળના કોઈ કેસ અથવા કેસોના વર્ગ કે : જુથ માટેકોઈ જિલ્લા અથવા તેના ભાગમાં રાજ્ય સરકાર રાજપાત્રમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને રાજ્ય સરકારના કોઈપણ અધિકારીને આવા જીલ્લા અથવા ભાગમાં કોડ હેઠળ પોલીસ અધિકારી વાપરી શકે તેવી સત્તા આપી શકશે અને યથાપ્રસંગ આવા કેસો અથવા કેસોના વર્ગ કે જુથ માટે અને ખાસ કરીને ધરપકડ કરવાની સત્તા અન્વેષણ અને કોઈ ખાસ અદાલત સમક્ષ કોઈપણ વ્યક્તિની ઉપર ફોજદારી કામ ચલાવવાની સત્તા આપવામાં આવશે. (૨) પેટા કલમ (૧) માં ઉલ્લેખેલ અધિકારીને આ અધિનિયમની જોગવાઈઓ અથવા તે હેઠળ બનાવેલ નિયમ, યોજના અથવા આદેશનો અમલ કરાવવામાં તમામ પોલીસ અધિકારીઓ અને તમામ સરકારી અધિકારીઓ મદદ કરશે.(૩) પેટા કલમ (૧) હેઠળ આ અધિકારી દ્વારા સત્તાનો ઉપયોગ કરવા કોડની જોગવાઈઓ શક્ય હોય ત્યાં સુધી લાગુ પડશે.
Copyright©2023 - HelpLaw