ગુનો કરવાનો સંભવ હોય તેવી વ્યક્તિને દુર કરવા બાબત. - કલમ:૧૦

ગુનો કરવાનો સંભવ હોય તેવી વ્યક્તિને દુર કરવા બાબત.

(૧) ખાસ અદાલતને ફરિયાદ ઉપરથી અથવા પોલીસ અહેવાલ ઉપરથી એવી ખાતરી થાય કે સંવિધાનના આર્ટીકલ-૨૪૪ માં અથવા કલમ-૨૧ ની પેટા કલમ (૨)ના ખંડ (૭)ની જોગવાઈ હેઠળ કોઈ વિસ્તાર ઓળખાણ થયેલ ઉલ્લેખેલ અનુસૂચિત વિસ્તારો અથવા જનજાતિ વિસ્તારોમાં સમાવિષ્ટ કોઈપણ વિસ્તારમાં કોઈ વ્યક્તિ આ અધિનિયમના પ્રકરણ-૨ હેઠળનો કોઈ ગુનો કરે તેવો સંભવ છે તો તેવી વ્યક્તિને લેખિતમાં આદેશથી ઠરાવે એવા રસ્તે થઈને અને તેટલા સમય માટે તેવા વિસ્તારમાંથી ચાલ્યા જવા ફરમાવી શકશે તેમજ ઠરાવેલા હોય તે પ્રમાણે તેને દખલ નહીં થવા માટે કરેલો આદેશ તેમાં જણાવી હોય તેવી ત્રણ વર્ષથી વધુ નહીં તેટલી મુદત માટે રહેશે. (૨) ખાસ અદાલતે પેટા કલમ (૧) હેઠળ આદેશ ફરમાવ્યા હોય તે વ્યક્તિને આદેશની સાથે તે પેટા કલમ હેઠળ એવો આદેશ કરવાના કારણે જણાવશે. (૩) ખાસ અદાલતે પેટા કલમ (૧) હેઠળ કરેલ આદેશ આદેશની તારીખથી ત્રીસ દિવસની અંદર જે વ્યક્તિની સામે તેવો આદેશ કરેલ હોય તે વ્યક્તિની દ્વારા અથવા તેના વતી અન્ય કોઈ વ્યક્તિ દ્વારા થયેલ રજુઆત ઉપર લેખિતમાં તે માટેના કારણો નોંધી તે આદેશ રદ કરી શકશે અથવા સુધારી શકશે.