વિસ્તારમાંથી ચાલી જવા નિષ્ફળ જાય કે ચાલ્યા ગયા પછી તે વિસ્તારમાં પ્રવેશે ત્યારે તે વ્યક્તિ ઉપર કાર્યવાહી કરવા બાબત. - કલમ:૧૧

વિસ્તારમાંથી ચાલી જવા નિષ્ફળ જાય કે ચાલ્યા ગયા પછી તે વિસ્તારમાં પ્રવેશે ત્યારે તે વ્યક્તિ ઉપર કાર્યવાહી કરવા બાબત.

(૧) કલમ-૧૦ મુજબ જેને કોઈ વિસ્તારમાંથી ચાલ્યા જવાનું ફરમાવ્યું તે વ્યક્તિ (ઓ) ફરમાવ્યા પ્રમાણે ત્યાંથી ચાલી જાય નહીં અથવા (બી) તે પ્રમાણે ચાલી ગયા પછી પેટા કલમ (૨) હેઠળ ખાસ ન્યાયાલયની લેખિત પરવાનગી સિવાય પોતે આદેશમાં જણાવેલ મુદત દરમિયાન તે વિસ્તારમાં દાખલ થાય તો ખાસ અદાલતે તેને ગિરફ્તાર કરવી તે વિસ્તારની બહાર ખાસ અદાલત ઠરાવે તેવી જગ્યાએ પોલીસ હવાલાતમાં રખાવી શકશે. (૨) ખાસ અદાલત લેખિતમાં હુકમ કરીને જેના માટે પેટા કલમ (૧) હેઠળનો આદેશ કરવામાં આવેલ હોય તે વ્યક્તિને જે વિસ્તાર છોડી જવા ફરમાવ્યું હોય તેવા વિસ્તારમાં કામચલાઉ સમય માટે પાછા ફરવા પરવાનગી આપી શકે અને તેવા દ્રુમમાં નિર્દીષ્ટ કરેલ તેવી શરતોને આધીન નાખવામાં આવેલી શરતોના યોગ્ય પાલન માટે જામીન સાથેનું કે જામીન વગરનું ઋણપત્ર કરી આપવાનું તેને ફરમાવી શકશે. (૩) ખાસ અદાલત કોઈપણ સમયે એવી પરવાનગી રદ કરી શકશે. (૪) જો કોઈ વ્યક્તિ તેવી પરવાનગી સાથે જે વિસ્તારમાંથી તેને ચાલ્યા જવા ફરમાવેલ હોય તે વિસ્તારમાં પાછો ફરે ત્યારે તેણે મુકાયેલી શરતોનું પાલન કરવું પડશે અને જે કામ ચલાઉ મુદત માટે તેને પાછા ફરવાની પરવાનગી આપવામાં આવી હોય તે પુરી થયે અથવા તેવી કામચલાઉ મુક્ત પુરી થાય તે પહેલાં એવી પરવાનગી રદ કરવામાં આવ્યેથી તેવા વિસ્તારની બહાર તેણે ચાલ્યા જવું પડશે અને પેટા કલમ-૧૦ હેઠળ નિર્દીષ્ટ કરેલી મુદત પુરી થયા વિનાની બાકી રહેલી મુદતની અંદર નવી પરવાનગી સિવાય તેનાથી તેમાં પાછા ફરી શકાશે નહીં.(૫) જો તે વ્યક્તિ મુકાયેલી શરતો પૈકી કોઈપણ શરતોનું પાલન કરવામાં અથવા તે અનુસાર પોતે ચાલ્યા જવામાં કસુર કરે અથવા પોતે કેવી રીતે ચાલ્યા ગયા પછી તે વિસ્તારમાં નવી પરવાનગી સિવાય દાખલ થાય અથવા પાછી ફરે તો ખાસ અદાલતે તેને ગિરફ્તાર કરાવી તે વિસ્તાર બહાર ખાસ અદાલત ઠરાવે તે જગ્યાએ તેને પોલીસ હવાલાતમાં રખાવી શકશે.