
કલમ-૧૦ હેઠળ જેની સામે હુકમ કર્યો હોય તેના માપ અને છબી લેવા બાબત.
(૧) કલમ-૧૦ હેઠળ જેની વિરૂદ્ધ હુકમ કરવામાં આવેલ હોય તેવી વ્યક્તિને જો ખાસ અદાલત દ્વારા તેમ કરવાનું જરૂરી લાગે તો પોલીસ અધિકારી દ્વારા તેનું માપ તથા છબીઓ લેવાની પરવાનગી આપશે.(૨) પેટા કલમ (૧) માં ઉલ્લેખેલ કોઈ વ્યક્તિ જેનું માપ તથા છબી લેવાની પરવાનગી અપાયેલ હોય ત્યારે તેવું માપ અથવા છબી લેવા દેવાનો વિરોધ અથવા ઈન્કાર કરે ત્યારે તે લેવા માટે જરૂરી તમામ ઉપાયોનો ઉપયોગ કરવાનું કાયદેસર ગણાશે. (૩) પેટા કલમ (૨) મુજબ માપ અથવા છબી લેવા દેવાનો વિરોધ અથવા ઈન્કાર કરવો તે ભારતીય દંડ સંહિતા (૧૮૬૦ નો ૪૫મો) ની કલમ-૧૮૬ મુજબનો ગુન્હો ગણાશે.(૪) કલમ-૧૦ હેઠળનો આદેશ રદ થાય ત્યારે પેટા કલમ (૨) હેઠળના લીધેલ તમામ માપ અને છબી (નેગેટીવ સહિત) નો નાશ કરવાનો રહેશે અથવા જે વ્યક્તિ વિરૂદ્ધ આવો હુકમ થયો હોય તેને સુપ્રત કરી દેવા જોઈએ.
Copyright©2023 - HelpLaw