ખાસ કોર્ટ અને વિશિષ્ટ ખાસ કોર્ટ - કલમ:૧૪

ખાસ કોર્ટ અને વિશિષ્ટ ખાસ કોર્ટ

(૧) ઝડપી ટ્રાયલ ચલાવવાના હેતુ માટે રાજ્ય સરકાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે સંમતિ લઈને અધિકૃત પત્રકમાં જહેરનામું દ્વારા વિશિષ્ટ ખાસ કોર્ટ એક કે વધારે જિલ્લા માટે સ્થાપના કરશે.જોગવાઈ કરવામાં આવી છે કે જિલ્લાઓમાં જ્યાં આ અધિનિયમ હેઠળ ઓછી સંખ્યામાં કેસ રેકોર્ડ થયેલ છે તે રાજ્ય સરકાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે સંમતિ સાધીને અધિકૃત પત્રકમાં જાહેરનામું બહાર પાડીને આવા જિલ્લાઓ માટે સત્ર કોર્ટને આ અધિનિયમ હેઠળના ગુનાઓ ચલાવવા માટે ખાસ કોર્ટ જાહેર કરશે. વધુમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે આવી સ્થપાયેલી કે જાહેર થયેલી કોર્ટોને આ અધિનિયમ હેઠળના ગુનાનું સીધું કોગ્નીઝન્સ લેવાની સત્તા રહેશે. (૨) એ રાજ્ય સરકારની ફરજ રહેશે કે પૂરતી સંખ્યામાં કોર્ટોની સ્થાપના કરશે અને આ અધિનિયમ હેઠળના કેસોને બને તેટલું શક્ય રીતે બે માસના સમયમાં નિકાલ થાય તેવી ખાત્રી રાખશે. (૩) દરેક ખાસ કોર્ટ કે વિશિષ્ટ ખાસ કોર્ટમાં બધા જ સાક્ષીની તપાસ થઈ જાય ત્યાં સુધી રોજેરોજ કાર્યવાહી ચાલુ રહેશે. ખાસ કોર્ટ કે વિશિષ્ટ ખારા કોર્ટને મુધ્ન જરૂરી જણાય તો કારણોની લેખિતમાં નોંધ કરશે. જોગવાઈ કરવામાં આવી છે કે જ્યારે આ અધિનિયમ હેઠળ કોઇ ગુનાના સંબંધમાં ટ્રાયલ હોય તો ચાર્જશીટ રજૂ કર્યાની તારીખયી બે માસમાં શક્ય બને તેટલું શક્ય રીતે બે માસમાં નિકાલ કરવાનો રહેશે. (( નોંધ સન ૨૦૧૬ ના અધિનિયમ ક્રમાંક ૧ મુજબ કલમ ૧૪ નવેસરથી ઉમેરવામાં આવેલ છે. અમલ તા. ૨૬-૦૧-૨૦૧૬ ))