
અપીલો
(૧) ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ (સન ૧૯૭૪ નો રજો) માં ગમે તે સમાવેલ હોય છતાં ખાસ કોર્ટ કે વિશિષ્ટ ખાસ કોર્ટનો કોઈ જજમેન્ટ, સજા કે હુકમ જે વચગાળાનું ના હોય તેની અપીલો બને હકીકત અને કાયદાના પ્રશ્ને હાઈકોર્ટમાં થશે.(૨) ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ (સન ૧૯૭૪ નો રજો) ની કલમ-૩૭૮ ની પેટા કલમ (૩)માં ગમે તે સમાવેલ હોય આમ છતાં ખાસ કોર્ટ કે વિશિષ્ટ ખાસ કોર્ટના જામીન મંજુર કરવા કે નામંજુર કરવાના હુકમની સામે હાઈકોર્ટમાં આપેલ થશે. (૩) જે તે સમયે બીજો કોઈ કાયદો અમલમાં હોય તેમાં કોઈપણ સમાવેલ હોય આમ છતાં પણ આ કલમ નીચેની અપીલ જે ચુકાદો, સજા કે હુકમની અપીલ કરવાની હોય તેની તારીખથી નેવુ દિવસમાં અપીલ કરવામાં આવશે. જોગવાઈ કરવામાં આવી છે કે હાઈકોર્ટને જો સંતોષ થાય કે અપીલકર્તાને નેવુ દિવસમાં અપીલ નહીં કરવાના પૂરતા કારણો છે તો હાઈકોર્ટ નેવુ દિવસનો આ આ મુદત પૂરી થયા પછી અપીલ સ્વીકારશે. વધુમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે એકસો એંસી દિવસનો સમયગાળો પૂરો થયા પછી કોઈ અપીલ સ્વીકારવામાં આવશે નહીં. (૪) પેટા કલમ (૧) નીચેની કરવામાં આવેલ દરેક અપીલ, બને તેટલી શક્ય રીતે, અપીલ દાખલ થયાની તારીખથી ત્રણ માસની અંદર નિકાલ કરવામાં આવશે. (( નોંધ સન ૨૦૧૬ ના અધિનિયમ ક્રમાંક ૧ મુજબ કલમ ૧૪-એ નવેસરથી ઉમેરવામાં આવેલ છે. અમલ તા. ૨૬-૦૧-૨૦૧૬ ))
Copyright©2023 - HelpLaw