
પીડીત અને સાક્ષીઓના અધિકારો
(૧) એ રાજ્યની ફરજ અને જવાબદારી રહેશે કે કોઈપણ જાતનો ધમકાવવું કે દબાણ કે લાલચ કે હિંસા કે હિંસાની ધમકીની વિરૂદ્ધમાં કોઈપણ પીડીત, તેવા આશ્રિત અને સાક્ષીઓને રક્ષણ આપવાની વ્યવસ્થા કરશે. (૨) ખાસ જરૂરીયાતમાં કે પીડીતની ઉંમર, જાતિ કે શિક્ષણનો ગેરલાભ કે ગરીબીને કારણે થતા હોય તેમાં પીડીતને યોગ્ય રીતે આદર, ગૌરવપૂર્ણ સાથે વ્યવહાર કરવામાં આવશે.(૩) પીડીત કે તેના અરક્ષિતને કોઈ કોર્ટની કાર્યવાણી કોઈ જામીન કાર્યવાહીને સમાવતી વ્યાજબી ચોક્કસ સમયની અંદર નોટીસ મેળવવાનો હક્ક રહેશે અને ખાસ સરકારી વકીલ કે રાજ્ય સરકાર પીડીતને આ અધિનિયમ હેઠળની કોઈ કાર્યવાહીની જાણ ક૨શે. (૪) પીડીત કે તેના આશ્રિતને ખાસ કોર્ટ કે વિશિષ્ટ ખાસ કોર્ટ કેસ પ્રમાણે કોઈ દસ્તાવેજ કે બાબત સાક્ષી કે વ્યક્તિની હાજરી તપાસ કરવા માટે અરજી કરવાનો અધિકાર રહેશે. (૫) પીડીત કે તેના આશ્રિતને આ અધિનિયમ હેઠળની કોઈ કાર્યવાહી જેવી કે આરોપીના જામીન, છુટો કરવો, છોડવો, પેરોલ, દોષિત ઠરાવવા કે સજા કરવાની બાબતમાં દોષિત કે નિર્દોષ છોડવા કે સજા કરવાના સંબંધમાં કાર્યવાહીમાં લેખિતમાં દલીલો રજુ કરવાનો તે હક્કદાર છે.(૬) ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ (સન ૧૯૭૪નો રજો) મો કોઈપણ સમાવેશ હોય. આમ છતાં પણ ખાસ કોર્ટ કે વિશિષ્ટ ખાસ કોર્ટ કે આ અધિનિયમ હેઠળ કેસ ચલાવતી હોય તે પીડીત તેના આશ્રિત માહિતી આપનારને કે સાક્ષીને (એ) ન્યાયનો હેતુ પૂરી કરવા માટે સંપૂર્ણ રક્ષણ (બી) અન્વેષણ, તપાસ અને ટ્રાયલ દરમિયાન આવવા જવા અને નિભાવ ખર્ચ અને (સી) અન્વેષણ, તપાસ અને ટ્રાયલ દરમિયાન સામાજીક અને આર્થિક પુન: સ્થાપન (ડી) પુન: સ્થાપન પુરૂ પાડશે. (૭) રાજ્ય સંબંધિત ખાસ કોર્ટ કે વિશિષ્ટ ખાસ કોર્ટને પીડીત કે તેના આશ્રિત માહિતી આપનાર કે સાક્ષીઓને આપેલ રક્ષણની માહિતી આપશે અને આવી કોર્ટો સમયાંતરે આપવામાં આવેલ રક્ષણનું અવલોકન કરશે અને યોગ્ય હક્કો કરશે, (૮) પેટા કલમ (૬) ની સામાન્યતાને પૂર્વગ્રહ અસર કર્યા સિવાય સબંધિત ખાસ કોર્ટ કે વિશિષ્ટ ખાસ કોર્ટ તેને પીડીત, તેના આશ્રિત, માહિતી આપનાર કે સાક્ષી દ્વારા કે ખાસ સરકારી વકીલ દ્વારા આવા પીડીત તેવા માહિતી આપનાર કે સાક્ષી બાબતે અરજી કરે કે તેની જાતે નીચેના સમાવતા પગલા લેંશે.(એ) સાક્ષીનું નામ અને સરનામું, તેના હુકમ કે ચુકાદો કે કેસના કોઈ રેકર્ડમાં જાહેરમાં તેવી રીતે છુપાવશે (બી) સાક્ષીની ઓળખ અને સરનામું જાહેર ના થાય તે માટે નિર્દેશન આપશે.. (સી) પીડીત માહિતી આપનાર કે સાક્ષીઓએ હેરાનગતિ બાબતની કોઈ ફરિયાદ બાબતમાં તરત પગલા લેશે અને તે જ દિવસે રક્ષણનો યોગ્ય હુકમ કરશે.જોગવાઈ કરવામાં આવી છે કે ખંડ (સી) હેઠળ તપાસ અને અન્વેષણમાં કોઈ ફરિયાદ મળી હોય તો તેને આવી કોર્ટ દ્વારા અલગ રીતે ચલાવવામાં આવશે અને ફરિયાદ મળ્યાની તારીખથી બે માસમાંના સમયની અંદર પૂરો કરવામાં આવશે. વધુમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ખંડ (સી) હેઠળની ફરિયાદ કોઈ જાહેર સેવક વિરૂદ્ધમાં હોય તો કોર્ટ આવા જાહેર સેવકને આ પીડીત માહિતી આપનાર કે સાક્ષી સાથે વ્યવહાર કરવાથી દૂર રાખશે. કોઈ બાબત જે બાકી કેસ સાથે સંબંધિત કે અસબંધિત હોય તે સિવાય કે કોર્ટ મંજુરી આપશે. (૯) એ તપાસનીશ અધિકારી કે સ્ટેશન હાઉસ અધિકારીની ફરજ બનશે કે પીડીત માહિતગાર કે સાક્ષીઓની કોઈપણ જાતની ધમકાવવું કે દબાણ કે લાલય કે હિંસા કે હિંસાની ધમકી બાબતે મૌખિક કે લેખિતમાં આપવામાં આવેલી ફરિયાદ નોંધશે અને પ્રથમ માહિતી રિપોર્ટની ફોટોગ્રાફી તેમને તરત જ વિના મૂલ્યે આપવામાં આવશે. (૧૦) આ અધિનિયમ હેઠળના ગુન્હાઓ સંબંધે તમામ કાર્યવાહીની વીડીયો રેકોર્ડીંગ કરવામાં આવશે. (૧૧) એ સંબંધિત રાજ્યની પીડીત અને સાક્ષીઓને ન્યાય મળે તે માટે તેમને મળતાં નીચેના હક્કો અને અધિકારોનું ચોક્કસ પાલન થાય તે માટે યોગ્ય યોજના દર્શાવશે.(એ) પ્રથમ માહિતી રિપોર્ટની વિના મુલ્યે નકલ આપવી. (બી) કોઈપણ જાતના અત્યાચારના પીડીત અને તેમના આશ્રિતોને તરત જ રોકડમાં રાત આપવી. (સી) અત્યાચારના પીડીત કે તેમના આશ્રિતો અને સાક્ષીઓને જરૂરી રક્ષણ પૂરૂ પાડવું. (ડી) મૃત્ય કે ઈજા કે મિલકતના નુકશાન બાબતમાં રાહત પૂરી પાડવી. (ઈ) પીડીતોને ખોરાક કે પાણી કે વસ્ત્રો કે આશ્રય કે તબીબી સહાય કે વાહન વ્યવહાર સગવડો કે રોજનું ભથ્થુ માટે વ્યવસ્થા કરવી. (એફ) અત્યાચારના પીડીતો અને તેમના આશ્રિતોને નિર્વાહ ખર્ચા પૂરા પાડવા. (જી) ફરિયાદ કરતા સમયે અને પ્રથમ માહિતી રિપોર્ટ નોંઘાવતી વખતે અત્યાચારના પીડીતોના અધિકારો બાબતે માહિતી આપવી. (એચ) અત્યાચારના પીડીત અને તેમના આશ્રિતો અને સાક્ષીઓને ધમકાવવા અને હેરાનગતિ સામે રક્ષણ પૂરૂ પાડવું.(આઈ) તસાસનો તબક્કો અને ચાર્જશીટ બાબતે અત્યાચારના પીડીતો કે તેમના આશ્રિતો કે સંબંધિત સંસ્થાઓ કે વ્યક્તિઓને માહિતી પૂરી પાડવી અને ચાર્જશીટની નકલ વિના મૂલ્યે આપવી. (જે) તબીબી તપાસ સમયે જરૂરી સાવચેતી લેવી. (કે) અત્યાચારના પીડીતો કે તેમના આશ્રિતો કે સંબંધિત સંસ્થાઓ કે વ્યક્તિઓને રાહતની રકમ બાબતે માહિતી પૂરી પાડવી.(એલ) અત્યાચારના પીડીતો કે તેમના આશ્રિતો કે સંબંધિત સંસ્થાઓ કે વ્યક્તિઓને અગાઉથી તપાસ અને ટ્રાયલની તારીખે અને સ્થળની માહિતી પૂરી પાડવી. (એમ) અત્યાચારના પીડીતો કે તેમના આશ્રિતો કે સંબંધિત સંસ્થાઓ કે વ્યક્તિઓને કેસની પૂરતી માહિતી ટ્રાયલની તૈયારી માટે પૂરતી સમજણ આપવી અને આ હેતુ માટે કાનુની મદદ પુરી પાડવી. (એન) આ અધિનિયમ હેઠળની કાર્યવાહીના દરેક તબક્કાએ અત્યાચારના પીડીતો કે તેમના આશ્રિતો કે સંબંધિત સંસ્થાઓ કે વ્યક્તિઓને તેમના હક્કોનું અમલ કરવા અને હક્કોના અમલ માટે જરૂરી સહાય પુરી પાડશે. (૧૨) અત્યાચારના પીડીતો કે તેમના આશ્રિતોને કોઈ બિનસરકારી સંસ્થા, સામાજીક કાર્યકરો કે વકીલોની મદદ લેવી એ તેમનો અધિકાર રહેશે, {{ નોંધ સન ૨૦૧૬ ના અધિનિયમ ક્રમાંક ૧ મુજબ કલમ ૧૫-એ નવેસરથી ઉમેરવામાં આવેલ છે. અમલ તા. ૨૬-૦૧-૨૦૧૬ })
Copyright©2023 - HelpLaw