કાયદો અને વ્યવસ્થાતંત્રે નિવારક પગલાં લેવા બાબત. - કલમ:૧૭

કાયદો અને વ્યવસ્થાતંત્રે નિવારક પગલાં લેવા બાબત.

(૧) જીલ્લા મેજીસ્ટ્રેટ અથવા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અથવા અન્ય કોઈ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અથવા નાયબ પોલીસ પોલીસ અધિક્ષકથી નીચેના દરજ્જાના ન હોય તેવા કોઈ પોલીસ અધિકારીને માહિતી મળતા અને તેનેજરૂરી લાગે તેવી તપાસ કર્યા પછી તેવું માનવાને કારણ હોય કે અનુસુચિત જાતિ કે અનુસુચિત જનજાતિની ન હોય તેવી વ્યક્તિ કે તેવી વ્યક્તિઓના સમુહ તેના કાર્યક્ષેત્રના સ્થાનિક વિસ્તારની હદની અંદરના કોઈપણ સ્થળે રહે છે અથવા વારંવાર આવજા કરે છે અને તે આ અહિનિયમ હેઠળ ગુનો કરે તો સંભવ હોય અથવા કોઈપણ ગુનો કરવાની ધમકી આપી હોય તે તેના અભિપ્રાય પ્રમાણે કાર્યવાહી કરવા માટે પૂરતા કારણો છે તો તેવા વિસ્તારને અત્યાચારની શક્યતાવાળા વિસ્તાર તરીકે જાહેર કરશે અને સુલેહશાંતિ અને સારી વર્તણુંક અને જાહેર સલામતી અને વ્યવસ્થા જાળવવા માટે નિવારક પગલાં લઈ શકશે. (૨) કોડના પ્રકરણ-૮, ૧૦ અને ૧૧ ની જોગવાઈઓ શક્ય બને ત્યાં સુધી પેટા કલમ (૧) ના હેતુ માટે લાગુ પડશે.(૩) રાજ્ય સરકાર રાજ્યપત્રમાં જાહેરનામાથી એક અથવા વધારે યોજનાઓ બનાવશે અને તેમાં ઉલ્લેખાયેલ રીતથી પેટા કલમ (૧) હેઠળ ઉલ્લેખાયેલા અધિકારીઓ અત્યાચાર અટકાવવા માટે અને અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વ્યક્તિઓની સલામતીની લાગણી પુન: સ્થાપિત કરવા યોજના અથવા યોજનાઓમાં નિર્દિષ્ટ કરેલ વ્યાજબી પગલાં લઈ શકશે.