તપાસ અથવા મંજૂરીની જરૂરિયાત ન હોવા બાબત - કલમ:૧૮(એ)

તપાસ અથવા મંજૂરીની જરૂરિયાત ન હોવા બાબત

(૧) આ અધિનિયમના હેતુઓ માટે (એ) કોઇપણ વ્યકિતની સામે એફ.આઇ.આર. દાખલ કરવા માટે પ્રાથમિક તપાસ જરૂરી રહેશે નહી અથવા (બી) જેની સામે આ અધિનિયમ હેઠળનો ગુનો કર્યં। હોવા અંગેનો આરોપ હોય તેવી કોઇપણ વ્યકિતની ધરપકડ જો જરૂરી હોય તો ધરપકડ કરવા માટે તપાસ કરનાર અધિકારીને મંજૂરી મેળવવાની જરૂરિયાત રહેશે નહી અને આ અધિનિયમ અથવા ફોજદારી કાયૅરીતિ અધિનિયમ (સી.આર.પી.સી) હેઠળ નિર્દિષ્ટ કરાયેલ કાયૅવાહી સિવાય અન્ય કોઇ કાયૅવાહી લાગુ પડશે નહિ. (૨) કોઇ કોટૅના ચુકાદા અથવા હુકમ અથવા નિર્દેશમાં ગમે તે જણાવેલ હોય તેમ છતા અધિનિયમ હેઠળના કેસને ફોજદારી કાયૅરીતિ અધિનિયમ (સી.આર.પી.સી.) ની કલમ ૪૩૮ ની જોગવાઇઓ લાગુ પડશે નહી. (( નોંધઃ- સન ૨૦૧૮ નો અધિનિયમ ક્રમાંક ૨૭ મુજબ સુધારો કરવામાં આવેલ છે. અમલ તા-૧૭/૦૮/૨૦૧૮))