
અધિનિયમનો અસરકારક અમલની ખાતરી આપવાની સરકારની ફરજ.
(૧) કેન્દ્ર સરકાર આ અર્થે કરે તેવા નિયમોને આધીન રહીને રાજ્ય સરકાર આ અધિનિયમના અસરકારક અમલ માટે જરૂરી લાગે તેવા પગલાં લઈ શકશે.(૨) ખાસ કરીને અગાઉની જોગવાઈઓની વ્યાપકતાને બાધ આવ્યા સિવાય એવા પગલામાં નીચેના સમાવેશ થશે.(૧) અત્યાચારોને પાત્ર બનતી વ્યક્તિઓને ન્યાય મળી શકે તે માટે તેઓને કાનૂની સહાય સહિત પૂરતી સુવિધા અંગેની જોગવાઈ.(૨) અ અધિનિયમ હેઠળના ગુનાઓની તપાસ અને ઈન્સાફી કાર્યવાહી દરમિયાન અત્યાચારોનો ભોગ બનેલા સહિત સાક્ષીઓની મુસાફરી અને ખર્ચની જોગવાઈ.(૩) અત્યાચારોનો ભોગ બનેલાઓને આર્થિક અને સામાજીક પુન:સ્થાપન અંગેની જોગવાઈ(૪) આ અધિનિયમની જોગવાઈઓના ઉલ્લંઘન માટેની ફરિયાદોની કાર્યવાહીના શરૂ કરવા અને તેની ઉપર દેખરેખ રાખવા માટે અધિકારીની નિમણુંક.(૫) એવા પગલા ઘડાય અથવા તેના અમલમાં સરકારને મદદ કરવા માટે રાજ્ય સરકારને યોગ્ય લાગે તેવી યોગ્ય કક્ષાએ સમિતિઓ સ્થાપવા બાબત.(૬) આ અધિનિયમની જોગવાઈઓના બહેતર અમલ માટે પગલાં સુચવવાના ઉદ્દેશથી આ અધિનિયમની જોગવાઈઓની કામગીરીની મોજણી કરવા બાબત.(૭) જ્યાં અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્યો અત્યાચારોના ભોગ બનવા સંભવ છે તેવા વિસ્તારોને ઓળખવા અને તેવી વ્યક્તિઓની ખાતરીપૂર્વક સલામતી સુનિશ્ચિત થાય તેવા પગલા અપનાવવા બાબત.(૩) પેટા કલમ (૧) હેઠળ રાજ્ય સરકારે લીધેલા પગલાંનું સંકલન કરવા માટે જરૂરી હોય તેવા પગલાં કેન્દ્ર સરકારે લેવા જોઈએ. (૪) કેન્દ્ર સરકારે આ કલમની જોગવાઈઓ અનુસાર પોતે તેમજ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પગલાં અંગેનો રિપોર્ટ દર વર્ષ સંસદના ગૃહમાં મેજ ઉપર મુકવો જોઈએ.
Copyright©2023 - HelpLaw