
નિયમો કરવાની સત્તા.
(૧) કેન્દ્ર સરકાર રાજ્યપત્રમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ અધિનિયમના હેતુઓ બહાર પાડવા માટે નિયમો કરી શકશે. (૨) આ અધિનિયમ હેઠળ દરેક નિયમ તે કરવામાં આવે તે પછી બનતી ત્યરાએ સંસદની બેઠક ચાલુ હોય ત્યારે તેના દરેક ગૃહ સમક્ષ એક જ સત્રમાં અથવા લાગલગાટ બે કે તેથી વધારે સત્રોમાં મળીને કુલ । ત્રીસ દિવસની મુદત સુધી મુકવો જોઈશે અને ઉપર્યુક્ત સત્ર અથવા લાગલગાટ સત્ર પછી આવતું સત્ર પૂરૂ થતા પહેલાં બંને ગૃહો નિયમોમાં ફેરફાર કરવા સંમત થાય અથવા બંને ગૃહો એમ સંમત થાય કે તે નિયમ કરવો જોઈશે નહી તો તે નિયમ ત્યાર પછી યથાપ્રસંગે એવા ફેરફાર કરેલા સ્વરૂપમાં જ અમકમાં રહેશે અથવા રહેશે જ નહી પરંતુ તેવો કોઈ ફેરફાર કરવાથી અથવા તે રદ થવાથી તે નિયમ હેઠળ અગાઉ કરેલ કાર્યની કાયદેસરતાને બાધ આવશે નહીં.
Copyright©2023 - HelpLaw