ટૂંકી નામ વિસ્તાર અને પ્રારંભ - કલમ:૧

 ટૂંકી નામ વિસ્તાર અને પ્રારંભ

(૧) આ અધિનિયમને (બાળ અને કિશોર મજુર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ ૧૯૮૬) કહેવામાં આવશે. (૨) તે સમગ્ર ભારતને લાગુ પડે છે (૩) આ અધિનિયમની ભાગ ૩ સિવાયની જોગવાઇઓ તુરત જ અમલમાં આવશે અને ભાગ ૩ કેન્દ્ર સરકાર ઓફિસિયલ ગેઝેટમાં જાહેરનામું આપીને જે તારીખ નકકી કરે તેવી તારીખે અમલમાં આવશે અને અલગ અલગ રાજયો માટે અને અલગ અલગ સંસ્થાઓ માટે અલગ અલગ તારીખો ઠરાવવામાં આવશે.