વ્યાખ્યાઓ - કલમ:૨

વ્યાખ્યાઓ

આ અધિનિયમમાં સંદભૅથી અન્યથા અપેક્ષિત હોય તે સિવાય (એડોલસેન્ટ) – એટલે એવી વ્યકિત જેણે ચૌદ વર્ષની ઉંમર પુરી કરી છે પરંતુ અઢાર વર્ષ પુરા કર્યું । નથી. (૧) કિશોર (૧) યોગ્ય સરકાર (એપ્રોપીએટ ગવર્નમેન્ટ) – નો અથૅ કેન્દ્ર સરકાર હેઠળના નિયંત્રણમાં હોય તેવી સંસ્થાના સબંધમાં અથવા રેલવે વહિવટી તંત્ર અથવા મોટા બંદર અથવા કોઇ ખાણ કે તેલ ક્ષેત્રના સબંધમાં કેન્દ્ર સરકાર થશે. અને બીજા બધા જ કિસ્સાઓમાં યોગ્ય સરકારનો અથૅ રાજય સરકાર થશે. (૨) બાળક (ચાઇલ્ડ) – એટલે એવી વ્યકિત જેણે પોતાની ચૌદ વષૅની ઉંમર પુરી કરી નથી જેમને ફકત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ ૨૦૦૯ (૨૦૦૯ નો ૩૫મો) માં એવી ઉંમરનો ઉલ્લેખ કરેલ છે તે મૂજબના વ્યકિત. (( સને ૨૦૧૬ના અધિનિયમ ક્રમાંક ૩૫ મૂજબ પેટા કલમ ૧, ૧એ, ૨માં સુધારો કરવામાં આવેલ છે. )) (૩) દિવસઃ એટલે મધરાતથી શરૂ થતો ચોવીસ કલાકનો સમય (૪) સંસ્થાઃ માં કોઇ દુકાન વ્યાપાર સંસ્થા, કાર્યસ્થળ, ખેતર, નિવાસ માટેની હોટેલ, રેસ્ટોરા, વીશી(ઇટિંગ હાઉસ) થીયેટર અથવા જાહેર ગમ્મત વિનોદના કે મનોરંજનમાં સ્થળો સમાવિષ્ટ છે. (૫) કુટુંબઃ કબજેદારના સબંધમાં એટલે તે વ્યકિત તેની પત્ની કે પતિ જેમ હોય તેમ અને તેમના બાળકો અને આવી વ્યકિતનો ભાઇ કે બહેન એમ અથૅ થાય છે. (૬) કબજેદારઃ કોઇ સંસ્થા અથવા કારખાનાના સબંધમાં કબજેદાર એટલે સંસ્થા અથવા કારખાનાની બાબતો પર જે વ્યક્તિ નું આખરી નિયંત્રણ હોય તેવી વ્યકિત (૩) બંદર અધિકારી- નો અન્ય બંદરનો વહીવટ કરતો કોઇપણ અધિકારી હોય તેવી વ્યકિત (૮) ઠરાવેલું એટલે સ્લમ ૧૮ હેઠળ બનાવેલા નિયમોથી ઠરાવેલું (૯) અઠવાડિયુંઃ એટલે શનિવારની મધરાતથી શરૂ થતો સાત દિવસનો સમય અથવા એવી બીજી કોઇ રાતથી શરૂ થતો સમય જે ખાસ વિસ્તાર માટે ઇન્સ્પેક્ટરે મંજુર કરેલો હોય (૧૦) કારખાનુંઃ એટલે જયાં કોઇ ઔધોગિક પ્રક્રિયા કરવામાં આવતી હોય તેવી કોઇપણ જગા (એના આંગણા સહિત) પરંતુ એમા એવી જાનો સમાવેશ થતો નથી કે જેને તત્સમય પૂરતી ફેકટરીઝ એકટ ૧૯૪૮ (૧૯૪૮નો અધિનિયમ ૬૩મો) ની કલમ ૬૭ની જોગવાઇઓ લાગુ પડે