
અમુક ધંધાઓ અને પ્રક્રિયામાં બાળકોને નોકરીએ રાખવાનો પ્રતિબંધ
(૧) કોઇપણ બાળકને કોઇ ધંધા અને પ્રક્રિયામાં કામ કરવા માટે અથવા કામ કરવાના પરવાનગી આપવામાં આવશે નહિ. (૨) પેટા કલમ (૧) હેઠળ જયાં બાળક (એ) જે બાળક સ્કુલના કલાકો પછી અને રજા દરમ્યાન તેના કુટુંબ અને કૌટુંબિક સાહસને જોખમી ધંધાઓ અને પ્રક્રિયામાં મદદ કરે છે. (બી) જેમાં ઓડીયો વિઝયુલ મનોરંજન કલાકાર તરીકે કામ કરતી જોખમી ધંધો અથવા પ્રક્રીયાઓ જાહેરાત ફિલ્મો ટેલીવિઝન શ્રેણીઓ અથવા સરકસ સિવાયની અનય મનોરંજન અથવા રમત પ્રવૃતિઓ સહિત કલાકાર તરીકે કાયૅ કરે છે આવી શરતો અને સલામતીના પગલાને આધારે જે સુચિત કરી શકાય છે. જોગવાઇ કરવામાં આવી છે કે આ ખંડ હેઠળ આવા કોઇ કાર્યને બાળકની શૈક્ષણિક કાયૅવાહીની અસર થશે નહિ. સ્પષ્ટીકરણઃ આ કલમના હેતુઓ માટે
(એ) કુટુંબ એક બાળક તેનો અર્થ માતા પિતા, ભાઇ, બહેન અને ફોઇ (પિતાની બહેન અને કાકા (પિત્તાના ભાઈ) અને માસી (માતાની બહેન) અને મામા (માતાના માઇ) (બી) કૌટુંબિક સાહસ નો અથૅ એ છે કે કોઇ પણ કાયૅ, ધંધો, ઉત્પાદન અથવા ધંધા જે પરિવારના સભ્યો દ્રારા અન્ય વ્યકિતઓ સાથે કરવામાં આવે છે. (સી) કલાકાર નો અથૅ કે જે બાળક કોઇ અભિનેતા ગાયક, રમતવીર અથવા અન્ય પ્રવૃતિઓમાં સામેલ શોક અથવા વ્યવસાય રૂપે કોઇપણ કાયૅ કરે અથવા ધંધો કરે જે આ કાયદાની પેટા કલમ (૨) ના ખંડ (બી) હેઠળ આવતા મનોરંજન પ્રવૃતિઓ સાથે સબંધિત છે. હું સને ૨૦૧૬ ના અધિનિયમ ક્રમાંક ૩૫ મુજબ કલમ ૩ માં નવેસરથી સુધારા કરવામાં આવેલ છે. ))
Copyright©2023 - HelpLaw