
ટેકનિકલ સલાહકાર સમિતિ
(૧) ઓફિસિયલ ગેઝેટમાં જાહેરનામું આપીને કેન્દ્ર સરકાર એક ટેકનિકલ સલાહકારક સમિતી રચી શકશે જે ધંધાઓ અને પ્રક્રિયાઓને ઉમેરવાના હેતું માટે સલાહ આપશે. (૨) કમિટી એક અધ્યક્ષ અને દસથી વધુ નહીં એવી બીજા સભ્યો જેને કેન્દ્ર સરકાર નીમે તેની બનેલી હશે. (૩) તેને જરૂરી લાગે તેટલી વાર સમિતિ મળશે અને પોતાની કાયૅરીતિ નિયમન કરવાથી તેને સતા રહેશે. (૪) જે તેમ કરવું યોગ્ય લાગે તો સમિતિ એક કે વધુ પેટા સમિતિઓ બનાવી શકશે અને આવી પેટા સમિતિમાં સામાન્ય રીતે અથવા કોઇ ખાસ બાબતની વિચારણા માટે સમિતિનો સભ્ય ન હોય તેવી વ્યકિતને તેમાં નીમી શકશે. (૫) સમિતિના અધ્યક્ષના અને તેના બીજા સભ્યોના હોદ્દાની મુદત ઓફિસમાં અકસ્મિક ખાલી પડતી જગ્યાઓને પૂરવાની રીત અંગે અને અધ્યક્ષ તથા સમિતિના સભ્યોને યોગ્ય ભથ્થા નકકી કરવાના હોય કે જે વ્યકિત સમિતિનો સભ્ય નથી તેને કઇ શરતો અને નિયંત્રણોને આધીન નીમવા તે અંગે ઠરાવવામાં આવે તે પ્રમાણેની હશે. (( સને ૨૦૧૬ ના અધિનિયમ ક્રમાંક ૩૫ મુજબ કલમ ૫ માં બાળ મજુર ટેકનિકલ સલાહકારક સમિતિની જગ્યાએ ટેકનિકલ સલાહકારક સમિતિ ઉમેરવામાં આવેલ છે. ))
Copyright©2023 - HelpLaw