કામના કલાકો અને સમય - કલમ:૭

કામના કલાકો અને સમય

(૧) આવી સંસ્થાઓના વગૅ માટે ઠરાવવામાં આવે એવા કલાકોની સંખ્યાથી વધારે સમય માટે કોઇપણ કિશોરની પાસેથી કામ લઇ શકાશે નહી અથવા એમ કામ કરવાની મંજુરી આપી શકાશે નહી. (૨) દરેક દિવસ માટે કામનો સમય એવી રીતે નકકી કરવામાં આવશે કે કોઇપણ સમય ત્રણ કલાકથી વધે નહી અને એને આરામનો ઓછામાં ઓછો કલાકનો સમય મળે તે પહેલા કોઇપણ કિશોર ત્રણ કલાકથી વધુ કામ કરશે નહી. (૩) કિશોરના કામનો સમય એવી રીતે ગોઠવવામાં આવશે કે પેટા કલમ (૨) હેઠળ આરામ સાથેના સમય સહિત તેને છ કલાકથી વધુ સમય સુધી કે જેમાં કોઇપણ દિવસે કામ મેળવવા માટે રાહ જોવાનો સમય સમાવિષ્ટ હશે ફેલાવી (કે વિસ્તારી) શકાશે નહી. (૪) સાંજના ૭ વાગ્યાથી તે સવારના ૮ વાગ્યાની વચ્ચેના સમયમાં કોઇપણ કિશોરને કામ કરવાની મંજૂરી અપાશે નહી અથવા તો તેની પાસેથી કામ લઇ શકાશે નહી. (૫) કોઇપણ કિશોરને ઓવરટાઇમ કામ કરાવશે નહી કે કરવાની રજા અપાશે નહી. (૬) કોઇપણ કિશોરને જયારે તે કોઇ દિવસે બીજી સંસ્થામાં કામ કરતો તેને બીજી કોઇપણ સંસ્થામાં તે દિવસે કામ કરાવશે નહી કે કરવાની રજા અપાશે નહી. (( સને ૨૦૧૬ ના અધિનિયમ ક્રમાંક ૩૫ મુજબ કલમ ૬માં બાળકની જગ્યાએ કિશોર શબ્દોનો ઉમેરવામાં આવેલ છે. ))