
ઇન્સ્પેકટરને નોટીશ આપવ બાબત
(૧) આ અધિનિયમ અમલમાં આવ્યો તે પહેલા નરનની તારીખે જે સંસ્થામાં કિશોરને કામે રાખ્યું હોય અથવા રાખવાની રજા અપાઇ હોય તેના કબજેદારે આવી સંસ્થાની બાબતમાં આવી શરૂઆતથી ત્રીસ દિવસના સમયમાં જેની સ્થાનિક કૂમતમાં આ સંસ્થા આવેલી છે તેવા ઇન્સ્પેકટરને નીચેની વિગતો સાથેની એક લેખિત નોટીશ આપવાની રહેશે જેવી કે (એ) સંસ્થાનું નામ અને સ્થળ (બી) સંસ્થાનો વાસ્તવિક વહીવટ જેની પાસે છે તે વ્યક્તિનું નામ (સી) જે સરનામે સંસ્થાને લગતો પત્ર વ્યવહાર કરવાનો છે તેનું સરનામું અને (ડી) સંસ્થામાં કરવામાં આવતો ધંધો કે પ્રક્રિયાનું સ્વરૂપ (૨) કોઇપણ સંસ્થાના સબંધમાં એનો કબજેદાર જે આ અધિનિયમની શરૂઆત પછી કિશોરને કામે રાખે અથવા તેને સંસ્થા સબંધમાં કામ કરવાની રજા આપે તેણે આમ કામે રાખ્યાની તારીખથી ત્રીસ દિવસના સમયમાં જે ઇન્સ્પેકટરની સ્થાનિક મનમાં એ સંસ્થા આવેલી છે તેને પેટા કલમ (૧) માં દર્શાવેલી વિગતવાળી લેખિત નોટીશ આપવની રહેશે. સ્પષ્ટીકરણ પેટા ક્લમ (૧) અને (ર) ના હેતુઓ માટે સંસ્થાના સબંધમાં આ અધિનિયમ શરૂ થયાની તારીખ એટલે આવી સંસ્થા સબંધમાં આ કાયદો અમલમાં આવ્યો તે તારીખ. (૩) કોઇપણ સંસ્થા કે જેમા કબજેદારથી તેના કુટુંબની સહાયથી કોઇ પ્રક્રિયા કરવામાં આવતી હોય તેને અથવા તો સરકારે સ્થાપેલી અથવા તો તેની સહાય મેળવતી અથવા તેનાથી માન્ય થયેલી સ્કૂલને કલમો ૭, ૮ અને ૯ માંનુ કશું જ લાગુ પડશે નહી.
Copyright©2023 - HelpLaw