
રજિસ્ટર રાખવા વિશે
કોઇપણ સંસ્થા જેમા કિશોરોને કામે રાખવામાં આવે અથવા કામ કરવાની રજા અપાય તેના દરેક કબજેદારે એક રજીસ્ટર રાખવાનું છે જે કામકાજના કલાકો દરમ્યાન અથવા તો જયારે આવી કોઇ સંસ્થામાં કામ કરવાનું ચાલુ હોય તે દરમ્યાન દરેક સમયે ઇન્સ્પેકટરને તપાસણી માટે ખુલ્લું રાખવું જોઇશે. એમા નીચેની બાબતો દશૅવવી જોઇશે (એ) કામે રાખેલા અથવા કામ કરવાની મંજૂરી આપેલા દરેક કિશોરનું નામ અને જન્મ તારીખ (બી) આવા કોઇ કિશોરના કામકાજના કલાકો અને તેનો સમય અને આરામના જે સમયગાળા માટે તે હકદાર છે તે (સી) આ કોઇ કિશોર જે કામ કરે છે તેનો પ્રકાર અને (ડી) ઠરાવવામાં આવે એવી બીજી વિગતો
Copyright©2023 - HelpLaw