સ્વાસ્થ્ય અને સલામતી - કલમ:૧૩

સ્વાસ્થ્ય અને સલામતી

(૧) ઓફિસિયલ ગેઝેટમાં જાહેરનામું આપીને યોગ્ય સરકાર કોઇ સંસ્થામાં અથવા સંસ્થાઓના વગૅમાં કામે રાખેલ અથવા કામે રાખવાની મંજૂરી આપેલા કિશોરોના સ્વાસ્થ્ય અને સલામતી માટે નિયમો બનાવી શકશે. (૨) અગાઉની જોગવાઇઓની સામાન્યતાને બાધ ન આવે તે રીતે આ નિયમો નીચેમાંથી બધી અથવા કોઇપણ બાબત માટે જોગવાઇ કરી શકશે જેવી કે

(એ) કામના સ્થળે ચોકસાઇ અને તેના ત્રાસથી મુકત હોવુ (બી) કચરો અને વહેતી ઝેરી ચીજોની નિકાલ (સી) હવા ઉજાસ અને ઉષ્ણાતામાન (ડી) ધૂળ અને ધુમાડો (ઇ) કૃત્રિમ ભીના (એફ) પ્રકાશ (જી) પીવાનું પાણી (એચ) સંડાસ અને મૂતરડી (આઇ) થૂંકદાનીઓ (જે) યંત્રોને વાડ કરવાનું (કે) ગતિમાં હોય તેવી મશિનરી પર અથવા તેની પાસે કામ કરવાનું (એલ) ભયજનક યંત્રો પર કિશોરોને કામે રાખવાનું (એમ) ભયજનક યંત્રો પર કિશોરોને કામે લગાડવા અંગેની સૂચનાઓ તાલીમ અને દેખરેખ (એન) પાવર (વિજળી શકિત) ને કાપી નાખવાની જોગવાઇ (ઓ) સ્વયં કાયૅ કરતા યંત્રો (પી) લીસીંગ (કયુ) ભોંયતળિયુ નિસરણીઓ અને આવવા જવાના સાધનો (આર) ખાડા ખાળકૂવા ભોંયતળિયામાંના બાકા કે ફાટો (એસ) વધુ પડતુ વજન (ટી) નેત્રોનું રત્રણ (યુ) ધડાકો થાય તેવી અથવા સળગી ઉઠે તેવી રજ વાયુ વગેરે (વી) આગ લાગે તેવા કિસ્સામાં સાવચેતી (ડબલ્યુ) મકાનનો નિભાવ અને (એકસ) મકાનો અને યંત્રોની સલામતી