
સજાઓ
(૧) જે કોઇ વ્યકિત કલમ ૩ ની જોગવાઇઓનું ઉલ્લંઘન કરીને કોઇ બાળકને કામે રાખે અથવા કામ કરવા રજા આપે તેને છ માસથી ઓછી ન હોય પરંતુ બે વષૅ સુધી લંબાઇ શકાય તેવી કેદની શિક્ષા કરવામાં આવશે. અથવા વીસ હજાર રૂપિયાથી ઓછો નહીં પરંતુ પચાસ હજાર રૂપિયા સુધીના દંડની અથવા બંને શિક્ષા થશે.
જોગવાઇ કરવામાં આવી છે કે કલમ ૩ ની જોગવાઇઓનું ઉલ્લંઘન માટે બાળકોના માતા પિતા અથવા વાલીને દંડ કરવામાં આવશે નહિ સિવાય કે તેઓ આવા બાળકને વેપારી હેતુ માટે પરવાનગી આપે (૧એ) જે કોઇ વ્યકિત કલમ ૩એની જોગવાઇઓનું ઉલ્લંઘન કરીને કોઇ કિશોરને કામે રાખે અથવા કામ કરવા રજા આપે તેને છ માસથી ઓછી ન હોય પરંતુ બે વષૅ સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે. અથવા વીસ હજાર રૂપિયાથી ઓછો નહી પરંતુ પચાસ હજાર રૂપિયા સુધીના દંડની અથવા બંને શિક્ષા થશે. જોગવાઇ કરવામાં આવી છે કે કલમ ૩એની જોગવાઇઓનું ઉલ્લંઘન માટે કિશોરના માતા પિતા અથવા વાલીને દંડ કરવામાં આવશે નહિ સિવાય કે તેઓ આવા કિશોરને કામ માટે પરવાનગી આપે. (૧બી) પ્રથમ ગુના માટે પેટા કલમ (૧) અને (૧એ) કોઇપણ બાળક અને કિશોરોના માતા પિતા અથવા વાલી હોવા છતા સજા માટે જવાબદાર રહેશે નહિ. (૨) જે કોઇ વ્યકિત કલમ૩ અને કલમ ૩એ હેઠળના ગુના માટે જેને ગુનેગાર ઠરાવાયો છે તેવી વ્યકિત ફરીથી એવો જ ગુનો આચરે તો તેને એક વર્ષથી ઓછા સમયની નહિ પરંતુ ત્રણ વર્ષ સુધી કેદની શિક્ષા થશે. (૨એ) પેટા કલમ (૨) માં ગમે તે મજકુર હોય તે છતા માતા પિતા અથવા વાલીને કલમ ૩ અથવા ૩એ હેઠળના ગુના માટે દોષિત ઠરાવવામાં આવ્યો હોય તે ફરીથી તેવો ગુનો કરે છે તેને દસ હજાર રૂપિયા સુધીનો દંડ સાથે સજા પાત્ર રહેશે. (૩) જે કોઇ વ્યકિત (એ), (બી), અને (સી) સન ૨૦૧૬ ના અધિનિયમ ક્રમાંક ૩૫ મુજબ રદ કરવામાં આવેલ છે. (ડી) આ અધિનિયમની હેઠળ બનાવેલા નિયમો એન જોગવાઇઓનું પાલન કરવામાં નિષ્ફળ જાય અથવા તેનું ઉલ્લંઘન કરે તો તેને એક માસ સુધીની કેદની અથવા દસ હજાર રૂપિયા દંડ અથવા બંને શિક્ષાઓ થશે.
Copyright©2023 - HelpLaw