સજાઓ બાબતમાં અમુક કાયદાઓને સુધારીને લાગુ કરવા વિશે - કલમ:૧૫

સજાઓ બાબતમાં અમુક કાયદાઓને સુધારીને લાગુ કરવા વિશે

(૧) જયાં કોઇ વ્યકિત પેટા કલમ (૨) માં દૉવેલી કોઇપણ જોગવાઇઓના ભંગ દોષિત માલૂમ પડે અને તેનો ગુનેગાર ઠરે ત્યાં તે આ અધિનિયમની કલમ ૧૪ની પેટા કલમો (૧) અને (૨) માં ઠરાવ્યા પ્રમાણેન સજા પાત્ર ઠરશે અને એ જોગવાઇઓ જે બીજા કાયદાઓમાં સમાવિષ્ટ છે તે કાયદાઓ હેઠળ ગુનેગાર ઠરશે નહી. (૨) પેટા કલમ (૧) માં ઉલ્લેખેલી જોગવાઇઓ એ નીચે પ્રમાણેની જોગવાઇઓ છે. (એ) ફેકટરીઝ એકટ ૧૯૪૮ (સન ૧૯૪૮ના ૬૩માં) ની કલમ ૬૭ (બી) માઇન્સ એકટ ૧૯૫૨(સન ૧૯૫૨ના ૩૫માં) ની કલમ ૪૦ (સી) મર્ચેન્ટ શિપિંગ એકટ ૧૯૫૮ (સન ૧૯૫૮ના ૪૪માં) ની કલમ ૧૦૯ (ડી) મોટર ટ્રાન્સ્પોટૅ વકૅસૅ એકટ ૧૯૬૧(સન ૧૯૬૧ના ૨૭માં) ની કલમ ૨૧