ગુના સંબંધી અનુસારવાની કાયૅરીતિ - કલમ:૧૬

ગુના સંબંધી અનુસારવાની કાયૅરીતિ

(૧) કોઇપણ વ્યકિત પોલીસ અધિકારી કે ઇન્સ્પેટકર આ અધિનિયમ હેઠળ ગુનો કૉની ફરિયાદ સમક્ષ હકૂમતવાળી કોઇપણ અદાલતમાં કરી શકશે. (૨) બાળકની ઉંમર વિષેનું દરેક પ્રમાણપત્ર જે નિયત દાકતરી અધિકારી આપે તે આ અધિનિયમના હેતુઓ માટે તે જેના વિષે છે તે બાળકની ઉંમર વિષેનો નિણૅયાત્મક પુરાવો છે. (૩) મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અથવા પ્રથમ વગૅના મેજીસ્ટ્રેટ આ અધિનિયમ હેઠળના કોઇપણ ગુનાની સમીક્ષા કરશે.