
નિયમો બનાવવાની સતા
(૧) ઓફિસિયલ ગેઝેટમાં જાહેરનામું આપીને અને અગાઉની પ્રસિધ્ધિઓને આધીન રહીને યોગ્ય સરકાર આ અધિનીયમની જોગવાઇઓને અસરમાં લાવવા માટે નિયમો બનાવી શકશે (૨) વિશેષતા અને અગાઉની સતાની સામાન્યતાને કોઇ બાધ ન આવે તે રીતે આવા નિયમો નીચેની બધી જ અથવા તો કોઇપણ બાબત વિષે નિયમો બનાવી શકશે જેવી કે (એ) પેટા કલમ (૨) ના ખંડ (બી) હેઠળ શરતો અને સલામતી પગલા અથવા કલમ ૩ ની પેટા કલમ (૨) ના પેટા ખંડ (બી) ના સ્પષ્ટીકરણ હેઠળ અન્ય પ્રવૃતિઓ (બી) ટેકનીકલ સલાહકાર સમિતિના અધ્યક્ષ અને સભ્યોના હોદ્દાની મુદત આકસ્મિક ખાલી પડતી જગ્યાઓને પૂરવાની રીત અને તેમને આપવા લાયક ભથ્થાં અને કોઇ સભ્ય ન હોય તેવી કોઇ વ્યકિત કલમ (૫) હેઠળ પેટા સમિતિમાં જેને આધિન રહીને નીમી શકાય તેવી શરતો અને નિયંત્રણો (સી) કલમ ૭ ની પેટા કલમ (૧) હેઠળ કિશોરને કામ કરાવાય કે કરવાની રજા અપાય તે કામ અંગેના કલાકોની સંખ્યા (ડી) કામ કરતી અથવા કામ શોધતી યુવાન વ્યકિતઓને આપવાનાં ઉંમરના પ્રમાણપત્રનું ફોમૅ તે હેઠળ લેવાના ચાઝૅસ અને આવાં પ્રમાણપત્ર કઇ રીતે કાઢી આપવા જોગવાઇ કરવામાં આવી છે કે જો આ માટેની અરજી સાથે ઉંમરનો પુરાવો જોડેલો હશે અને એને જેને અધિકારી સંતોષજનક માનશે તો આવું પ્રમાણપત્ર કાઢી આપવા માટે કોઇ ચાર્જ (કિંમત) લેવામાં આવશે નહી. (ઇ) બીજી વિગતો જે કલમ ૧૧હેઠળ રાખવાના રજિસ્ટરમાં સમાયેલ હોય (એફ) કલમ ૧૪બી ની પેટા કલમ (૪) હેઠળ બાળક અને કિશોરને રકમ ચુકવણીની રીત (જી) કલમ ૧૪ડી ની પેટા કલમ (૧) હેઠળ યોગ્ય સરકારને ગુનાની રચના અને રકમની ચુકવણીની રીત(એચ) કલમ ૧૭એ હેઠળ ઉલ્લેખીત અધિકારીઓ દ્રારા ફરજિયાત કરવાની ફરજો અને સ્થાનિક મયૅાદા કે જેમા આવી સતા અને ફરજો (( સન ૨૦૧૬ ના અધિનિયમ ક્રમાંક ૩૫ મુજબ કલમ૧૮ની પેટા કલમ (એ) (એફ) (જી) (એચ) માં સુધારો કરવામાં આવેલ છે. ))
Copyright©2023 - HelpLaw