
નિયમો અને જાહેરનામાં પાલૅમેન્ટ અથવા રાજય વિધાનસભા સમક્ષ મુકવા વિશે
(૧) કેન્દ્ર સરકારે બનાવેલો દરેક નિયમ અને કલમ ૪ હેઠળ કાઢવામાં આવેલું દરેક જાહેરનામું તે બનાવવામાં આવે કે કાઢવામાં આવે તે પછી બનતી ત્વરાએ પાટૅમેન્ટના દરેક ગૃહ સમક્ષ મુકવાનું રહેશે જયારે પાલૅામેન્ટ ચાલું હોય તે દરમ્યાન ત્રીસ દિવસના સમય માટે જે સમય એક જ સેશન માં પુરો થાય કે એક પછી એક એવા બે સેશનોમાં પુરો થાય તેમ તે પાટૅમેન્ટના દરેક ગૃહ સમક્ષ મુકવાનું રહેશે. જો બંને ગૃહો કોઇ નિયમ કે જાહેરનામામાં સુધારો કરવાને સંમત થાય અથવા તો એમ સંમત થાય કે નિયમ બનાવવો કે જાહેરનામું કાઢવું નહી તો પછી તેવા નિયમની કે જાહેરનામાની એવા સુધારેલા સ્વરૂપે જ અસર રહેશે અથવા અસર નહી રહે જેમ કિસ્સો હોય તેમ તે છતાં આવો કોઇપણ સુધારો કે રદ કરવાનું એ નિયમ કે જાહેરનામાં હેઠળ અગાઉ જે કંઇ કર્યું હશે એની કાયદા માન્યતાને બાધક ન થાય તેમ રહેશે. (૨) આ અધિનિયમ હેઠળ રાજય સરકારે બનાવેલો દરેક નિયમ તે બનાવ્યા પછી બને તેટલી ઝડપથી રાજયની વિધાનસભા સમક્ષ મૂકવામાં આવશે. નોંધઃ આ અધિનિયમ હેઠળ રાજય સરકારે બનાવેલો દરેક નિયમ તે બનાવ્યા પછી બને તેટલી ઝડપથી રાજયની વિધાનસભા સમક્ષ મૂકવામાં આવશે.
Copyright©2023 - HelpLaw