મુશ્કેલીઓ દૂર કરવાની સતા
(૧) આ કાયદાની જોગવાઇઓને અમલમાં મુકવામાં કોઇ મુશ્કેલી જણાય તો કેન્દ્ર સરકાર ઓફિસિયલ ગેઝેટમા હુકમ પ્રસિધ્ધ કરીને મુશ્કેલી દૂર કરવાને માટે તેને જરૂરી લાગે તેવી આ કાયદાની જોગવાઇઓથી વિરૂધ્ધ ન હોય તેવી જોગવાઇઓ કરશે. જોગવાઇ કરવામાં આવી છે કે આ અધિનિયમને જે તારીખે પ્રેસિડન્ટની મળી તે તારીખથી ત્રણ વષૅ પુરાં થાય તે પછી કોઇપણ હુકમ થઇ શકશે નહી. (૨) આ કલમ હેઠળ કરવામાં આવેલો દરેક હુકમ તે કયૅ પછી શકય તેટલી ત્વરાથી પાટૅમેન્ટના ગૃહો સમક્ષ રજુ કરવાનો રહેશે.
Copyright©2023 - HelpLaw