૧૯૪૮ના અધિનિયમ ક્રમાંક ૧૧માં સુધારો - કલમ:૨૩

૧૯૪૮ના અધિનિયમ ક્રમાંક ૧૧માં સુધારો

૧૯૪૮ના લઘુતમ વેતન અધિનિયમની કલમ ૨માં (૧) ખંડ (એ) ને બદલે નીચેનું ખંડ દાખલ કરવામાં આવશે જેમ કે (એ) તરુણ (એડોલસન્ટ) એટલે એવી વ્યકિત કે જેણે પોતાનું ચૌદમું વષૅ પુરૂ કર્યું છે પણ અઢાર વષૅ પુરા કયૅ નથી. (એએ) પુખ્ત ઉંમરનો (એડલ્ટ) એટલે એવી વ્યકિતઓ કે જેણે અઢાર વષૅ પુરા કર્યું છે (૨) ખંડ (બી) પછી નીચેનું ખંડ દાખલ કરવામાં આવશે જેમ કે (બીબી) બાળક (ચાઇલ્ડ) એટલે એવી વ્યકિત કે જેણે પોતાનુ ચૌદમું વષૅ પુરૂ કર્યું નથી.