ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ અને આરંભ - કલમ:૧

ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ અને આરંભ

(૧) આ કાયદો માહિતી પ્રાપ્તિના હકક માટેનો કાયદો ૨૦૦૫ કહેવાશે. (૨) તે સમગ્ર ભારતને લાગુ પડશે (૩) આ કાયદાની કલમ-૪ની પેટા કલમ (૧) કલમ-૫ની પેટા કલમ (૧) અને (૨) કલમ ૧૨ ૧૩ ૧૫ ૧૬ ૨૪ ૨૭ ૨૮ સત્વરે અમલીકરણમાં લેવાશે તથા અન્ય જોગવાઇઓ કાયદો ઘડવાની મંજૂરી અપેક્ષિત આગામી એકસો વીસમાં દિવસે અમલીકરણમાં આવશે. (( નોંધ:- આ કાયદાની બાકીની જોગવાઇઓ ૧૨/૧૦/૨૦૦૫ થી અમલી બને છે. ))