વ્યાખ્યાઓ - કલમ:૨

વ્યાખ્યાઓ

આ અધિનિયમમાં સંદભૅથી અન્યથા અપેક્ષિત ન હોય તો (એ) સમુચિત સરકાર – એટલે જાહેર સતામંડળ સંબંધિત જે નીચેના દ્વારા પ્રત્યક્ષપણે અથવા પરોક્ષપણે ભંડોળથી રચાયુ હોય ઘડાયુ હોય માલિકીનું નામ અંકુશનુ હોય અથવા વાસ્તવિક પણે ધીરાણ મેળવતુ હોય (૧) કેન્દ્ર સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટ તંત્ર કેન્દ્ર સરકાર દ્વારા (૨) રાજ્ય સરકાર દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કે જે પ્રશાસિત હોય અથવા માલીકી હોય અથવા અંકુશીત હોય અથવા સીધી રીતે કે આડકતરી રીતે ધિરાણ લેખાનુવાદ કર્યું હોય તે (બી) કેન્દ્રીય માહિતી પંચ – એટલે કલમ ૧૨ની પેટા કલમ (૧) નીચે કેન્દ્રીય માહિતી પંચ (સી) કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી – એટલે કલમ ૫ ની પેટા કલમ (૧) નીચે પ્રશાસિત માહિતી નાધીકારી અને તેમા પેટા કલમ (૨) હેઠળ મુકરર કરેલ કેન્દ્રીય મદદનીશ જાહેર માહિતી અધિકારીનો સમાવેશ થાય છે. (ડી) કેન્દ્રીય માહિતી કમિશ્નર – અને માહિતી કમિશ્નર એટલે કલમ ૧૨ ની પેટા કલમ (૩) હેઠળ નીમાયેલા મુખ્ય માહિતી કમિશ્નર અને માહિતી કમિશ્નર (ઇ) સક્ષમ સતામંડળ – એટલે (૧) લોકસભાની અથવા રાજ્ય વિભાનસભા અથવા મધ્યસ્થ શાસિત પ્રદેશની વિધાનસભાના અધ્યક્ષ અને રાજયના વિધાન પરિષદના પ્રમુખ (૨) ઉચ્ચતમ ન્યાયાલયના સંદર્ભમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ (૩) ઉચ્ચ ન્યાયાલયના સંદર્ભમાં ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ (૪) બંધારણ હેઠળ અથવા તે મારફત સ્થપાયેલ યા તો સ્થપાયેલી અન્ય સતામંડળોના સંદર્ભે રાષ્ટ્રપતિ અથવા રાજયપાલ (૫) બંધારણ અનુચ્છેદ ૨૩૯ નીચે નિયુક્ત વહિવટી અધિકારી (એફ) માહિતી – એટલે કોઇપણ રૂપે કોઇપણ રસમ અને તેમાં પુરાવા દસ્તાવેજ સ્મરણપત્ર ઇ-મેપ્સ અભિપ્રાયો સલાહ અખબારી નિવેદનો પરિપત્રો આદેશો ધાતાંક ગણત્રી કરારો અહેવાલો કાગળો નમૂનાઓ પ્રતિકૃતિઓ કોઇપણ યાંત્રિક સ્વરૂપમાં એકત્રિત ડેટા સામગ્રી અને કોઇપણ ગોપનીય તંત્ર સંદભૅ માહિતી કે જે અમલમાં હોય એવા અન્ય નિયમો હેઠળના જાહેર સતા મંડળ દ્રારા પ્રાપ્ત થઇ શકે તેમ હોય (જી) ઠરાવેલુ – એટલે જે પ્રમાણેનો કિસ્સો હોય તે મુજબ યોગ્ય તંત્ર (સરકાર) અથવા અશકત સતામંડળે આ કાયદા હેઠળ તે બનાવેલાં નિયમો મુકરર કર્યું ! મુજબ (એચ) જાહેર સતામંડળ – એટલે કોઇપણ સતામંડળ અથવા સંસ્થા યા સ્થાનિક સ્વરાજયની સંસ્થા કે જેને સ્થાપના યા રચના કે જે (એ) બંધારણ અંતગૅત અથવા તે દ્રારા (બી) સંસ્થ દ્રારા નિયત અન્ય કોઇપણ કાયદા દ્વારા (સી) રાજયની વિધાનસભા દ્રારા બનાવેલ અન્ય કોઇપણ કાયદા દ્રારા (ડી) સમૂચિત સરકારે બહાર પાડેલા કોઇ જાહેરનામાંથી અથવા કરેલા કોઇ હુકમથી સ્થાપેલ અથવા રચેલ કોઇ સતામંડળ અથવા મંડળ અથવા સ્વરાજયની સંસ્થા અને તેમા સમુચિત સરકારે પૂરા પાડેલા ફંડથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે (૧) માલિકીનો અંકુશ અથવા જવાબદારી નાણાંકીય ધિરાણ હોય (૨) જવાબદારી નાણાંકીય ધિરાણપાત્ર યા તો યોગ્ય સરકાર દ્રારા સીધી કે આડકતરી રીતે પુરા પાડવામાં આવેલ ફંડવાળુ બિન-સરકારી એકત્રીકરણ (આઇ) નોંધ (રેકર્ડ) માં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. (એ) કોઇપણ દસ્તાવેજ હસ્તલિપિ (પ્રત) અને ફાઇલ (બી) કોઇપણ દસ્તાવેજની માઇક્રો ફિલ્મ માઇક્રો ચીપ અને દસ્તાવેજાની ચિત્રાત્મક નકલ (સી) આવી માઇક્રો ફિલ્મ (એન્લાર્જ કરેલ હોય કે ન હોય) માં મેળવી દેવાયેલા ચિત્ર કે ચિત્રોનું કોઇપણ પુનઃ ઉત્પાદન (નિરૂપણ) અને (ડી) કોમ્પ્યુટર અથવા બીજા કોઇ ડિવાઇસ (ઉપકરણ) દ્રારા ઉત્પાદિત બીજી કોઇ મટીરીયલ (જે) માહિતીનો હકક – એટલે કે આ કાયદા હેઠળ પ્રાપ્ત થઇ શકે તેવી માહીતીનો હકક કે જે કોઇપણ જાહેર સતામંડળના કાબુ હેઠળ હોય અથવા ધરાવતું હોય અને તેમા (૧) કામકાજના દસ્તાવેજો નોંઘણી તપાસ (૨) દસ્તાવેજ અથવા નોંધણીની પ્રમાણિત નકલ લેવાના (૩) સામગ્રીના પ્રમાણિત નમૂનાઓ મેળવવા (૪) ડિસ્ટેટસ ફલોપી ટેપ વિડિયો કેસેટના સ્વરૂપમાં અથવા બીજા કોઇ ઇલેકટ્રોનિક પધ્ધતિ અથવા જયારે આવી માહિતી કોઇ કોમ્પ્યુટરમાં અથવા બીજા કોઇ સાધનમાં સંગ્રહિત હોય ત્યારે પ્રિન્ટ આઉટની મારફતે મેળવવાના અધીકારનો સમાવેશ થાય છે. (કે) રાજય માહિતી પંચ – એટલે કલમ ૧૫ ની પેટા કલમ (૧) અન્વયે રચાયેલું રાજ્ય માહિતી પંચ (એલ) રાજય મુખ્ય માહિતી કમિશ્નર અને રાજય માહિતી કમિશ્નર – એટલે કલમ ૧૫ ની પેટા કલમ (૩) હેઠળ નિયુકત કરાયેલા રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નર અને રાજયના માહિતી કમિશ્નર (એમ) રાજયના જાહેર માહિતી અધિકારી – એટલે કલમ ૫ની પેટા કલમ (૧) હેઠળ હોદ્દો ધરાવનાર રાજ્ય માહિતી અધિકારી અને તેમા પેટા કલમ (૨) હેઠળના હોદ્દો ધરાવનાર રાજય મદદનીશ જન-માહિતી અધીકારીનો સમાવેશ થાય છે. (એન) ત્રાહિત પક્ષકાર – એટલે માહિતી મેળવવા માટે વિનતી કરનાર નાગરિક અન્યથા કોઇ વ્યકિત અને તેમા જાહેર સત્તામંડળના પણ સમાવેશ થાય છે,