જાહેર સતામંડળોની જવાબદારીઓ - કલમ;૪

જાહેર સતામંડળોની જવાબદારીઓ

(૧) પ્રત્યેક જાહેર સતાધિકારીએ (એ) સદર કાયદાની મયૉદામાં રહીને માહિતી પ્રાપ્તીના હકકની સવલત ઉપલબ્ધ રહે તે રીતે અનુક્રમણિકામાં અને નમૂનામાં પોતાના બધાજ પુરાવાઓ યોગ્ય રીતે સૂચિબધ્ધ કરીને જાળવણી કરવાની અને સાધનોની ઉપલબ્ધિને આધિન રહીને જે બધી જ નોંધો કોમ્પ્યુટરાઇઝ યોગ્ય છે તે ઉપલબ્ધ મૉાદિત સમયમાં કોમ્પ્યુટરાઇઝ કરી દેશભરમાં નેટવકૅ દ્રારા જૂદી જૂદી પ્રક્રિયા મારફત સાંકળવામાં આવે કે જેથી આવી નોંધો સહેલાઇથી કરવાની સવલતભરી હશે તેની ખાત્રી કરશે. (બી) આ કાયદો બનાવવાની સંમતી પ્રાણતી થયાથી ૧૨૦ દિવસની મયૅાદામાં રહી નીચેની વિગતો જાહેર કરવાની રહેશે. (૧) સ્વયંમ સંસ્થા કાયૅવાહી અને ફરજોની માહીતી (૨) સંસ્થાના પદાધિકારીઓ કમૅચારીઓની સતા અને તેઓની ફરજો (૩) નિણૅયો લેવાની પ્રક્રીયા અને તે માટેની પધ્ધતિ તથા તે પધ્ધતિમાં રખાતી દેખરેખની નીક (ચેનલો) અને તેઓની જવાબદારીનો સમાવેશ (૪) પોતાની કાયૅ પધ્ધતિના ધોરણો (૫) પોતાના આ કાયૅ માટેના ઉપયોગમાં લેવાતા સાધનો તથા નીચેના કમૅચારીઓ કે જેની આ કાયૅમાં ઉપયોગીતાના નિયમો નિયમો કે સૂચનાઓ હસ્તચલિત (મેન્યુઅલ) અને નોંધોનો પણ સમાવેશ થાય છે. (૬) પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોઇ તેવા દસ્તાવેજોના વગૅ નુ પત્રક (૭) પોતાની ફરજ કે નીતિ માટે થયેલ કાયૅવાહી કે અમલ માટે જનતા દ્રારા કે પ્રતિનિઓના મળેલા સૂચનો અને તેઓની રજૂઆતો માટે વ્યવસ્થા અસ્તિત્વમાં હોય તો તેની વિગતો (૮) પોતાની સલાહના હેતુ માટે અથવા તેના માટે અગર બે કે વધુ વ્યકિતઓ ધરાવતી પરિષદો કે અન્ય મંડળના નિવેદનો અને તેવી પરિષદો કે સમિતિ જાહેર જનતા માટે ખુલ્લી રાખેલ હોય તો તે તથા તેવી સભાની કાયૅવાહી નોંધ જાહેર જનતા માટે ઉપલબ્ધ રહેશે કે કેમ તેનું નિવેદન (૯) પોતાની સતા નીચેના કમૅચારીઓની પદાધિકારોના નામ/ સરનામાની યાદી (૧૦) પોતાના પદાધિકારીઓ તથા કમૅચારીઓને મળતું પ્રતિમાસ મહેનતાણું અને તેઓ તરફથી નિયત વળતરની ભૂમિકાઓનો સમાવેશ રહેશે. (૧૧) પોતાની દરેક પેઢીને ફાળવેલ બજેટની દરેક યોજનાકીય વિગતો સૂચિત ખચૅાઓ અને રાયેલ ચૂકવણીના અહેવાલો નિર્દેશની વિગતો (૧૨) આર્થિક સહાય કાયૅક્રમની અમલીકરણની પધ્ધતિઓ તથા ફાળવેલ રકમો તથા તેના લાભાથી ઓની વિગતોની યાદીનો સમાવેશ કરવાનો રહેશે (૧૩) સવલતો મંજૂરીઓ તથા પોતાનું અધિકૃતકરણ મેળવનારાઓની વિગતો (૧૪) પોતાની ઉપલબ્ધિઓ તથા તેને ધારણ કરવા રૂપાંતરિત સ્વરૂપે ઇલેકટ્રોનિક સાધનોની વિગતોનો અહેવાલ (૧૫) જો પુસ્તકાલય વાંચનખંડ જાહેરજનતા માટે ફાળવેલ હોય તો તેના કામકાજોની સમય મર્યંાદા સહિત ઉપભોકતાઓની પ્રાપ્ય સુવિધાઓની માહિતી (૧૬) જનસંપકૅ અધીકારીઓના નામ હોદ્દાઓ તથા અન્ય વિગતો (૧૭) સૂચવી શકાય તેવી અન્ય કોઇપણ માહિતી ત્યારબાદ આખરી વિગતો સો દર વરસે પ્રકાશનોમાં સુધારો થશે. (સી) આવશ્યક નીતિ ઘડતર વખતે અથવા તો જનતાને સ્પશૅતા નિણૅયોની જાહેરાત વખતે સંપૂણૅ સબંધિત હકકીકતો પ્રસિધ્ધ થઇ શકશે. (ડી) પોતાના વહિવટી અથવા અથૅ ન્યાયિક નિણૅયોથી સંબંધિત વ્યકિતઓને તેનાં આવા નિણૅયોના કારણો પુરા પાડશે. (૨) પેટા કલમ (૧) ના ખંડ (બી) ની જરૂરિયાતોને અનુરૂપ શકય તેટલી તમામ માહિતી લોકોને સ્વયંમ ઇન્ટરનેટ તથા સંચાર સાધનો દ્રારા સમયાંતરે નિયમિતરૂપે પુરી પાડવા પગલાં ભરવાના રહેશે કે જેથી જનતાને માહિતી મેળવવા માટે આ કાયદાનો ઉપયોગ કે આશરો લેવાનો ઓછામાં ઓછી જરૂર પડે (૩) પેટા કલમ (૧) ના હેતુ માટે દરેક માહિતી લોકોને સહેલાઇથી ઉપલબ્ધ બની શકે તે રીતે તેવા સ્વરૂપમાં બહોળો ફેલાવો કરવાની રહેશે. (૪) સ્થાનિક લોકોને સંચારના અસરકારક માધ્યમ થકી તેમની સ્થાનિક ભાષામાં ખચૅની કરકસરતા ધ્યાનમાં રાખીને સવૅ સામગ્રી પ્રસાર કરવાની રહેશે. અને કેન્દ્રીય જનમાહિતી અધિકારી તથા રાજય જન માહિતી અધિકારી પાસે સંભવીત ઇલેકટ્રોનીક સ્વરૂપમાં આવશ્યક સ્વરૂપે જોઇશે તથા શકયતઃ સરળતાથી ઉપલબ્ધ હોવી જોઇએ તથા છાપણી ખચૅ અને જાહેરાત ખચૅ યા તો વીના મૂલ્યે ઉપબ્ધ હોવી જોઇએ. સ્પષ્ટીકરણઃ- પેટા કલમો (૩) અને (૪) ના હેતુ માટે પ્રસાર કરવો એટલે કોઇ જાહેર સતા મંડળોના કાયૅાલયમાં તપાસ સહિતની માહિતી લોકોને નોટીશ બોડૅ વતૅમાનપત્રો પ્રસાર માધ્યમો સરકારી જાહેરાતો ઇન્ટરનેટ યા તો અન્ય કોઇપણ માધ્યમો દ્રારા માહિતીથી લોકોને ઉજાગર કરવા અથવા માહિતી પાઠવવી.