
જાહેર માહિતી અધીકારીઓનો હોદો
(૧) સદર કાયદાની મંજૂર થવાના એકસો દિવસની અંદર દરેક જાહેર સતામંડળ આ કાયદાની રૂઇએ માહિતી માટે વિનંતી કરનારાઓને માહિતી પૂરી પાડવા જરૂર જણાય તે મુજબના પોતાની હેઠળના કાયૅાલયમાં અથવા સવૅ વહિવટી એકમોમાં જે મુજબના કિસ્સા હોય તે અનુરૂપ શકયતઃ સંખ્યામાં કેન્દ્રીય જન માહિતી અધિકારીઓ અથવા રાજય જન માહિતી અધિકારીઓની નિમણુંક કરશે (૨) પેટા કલમ (૧) ની જોગવાઇઓને બાધ આવ્યા સિવાય આ કાયદો ઘડાયાના એકસો દિવસની અંદર પ્રતયેક જાહેર સતામંડળો દરેક પેટા વીભાગીય સ્તરે અથવા અન્ય બીજા પેટા જિલ્લા સ્તરે જે મુજબનો કિસ્સો હોય તે મુજબ આ કાયદા અંતર્ગત માહિતી માટે અરજીઓ અથવા અપીલો સ્વીકારવા કેન્દ્રીય મદદનીશ જાહેર માહિતી અધિકારી અથવા રાજય મદદનીશ જન માહિતી અધિકારી તરીકે અધિકારીઓની નિયુકિત કરશે અને કેન્દ્રીય કે રાજય નહેર માહિતી અધિકારી જે મુજબનો કિસ્સો હોય તે મુજબ અથવા ક્લમ ૧૯ની પેટા કલમ (૧) અન્વયે નિયત થયેલા વરિષ્ઠ અધિકારીને અથવા કેન્દ્રીય માહિતી પંચ અથવા રાજય માહિતી પંચને મોકલશે. જોગવાઇ કરવામાં આવી છે કે માહિતી માટેની અરજી કેન્દ્રીય કે રાજય દીશ જાહેર માહિતી અધિકારીને સોંપવામાં આવે ત્યારે જે મુજબનો કેસ હોય તે મુજબ કલમ ૭ની પેટા કલમ ૧ નીચે પ્રત્યુતર માટે નિયત કરાયેલા ૫ દિવસ ઉમેરીને કરાશે (૩) દરેક કેન્દ્રીય કે રાજય જાહેર માહિતી અધિકારી જે મુજબનો કેસ હોય તે મુજબ માહિતી માગનાર વ્યકિતઓની વિનંતી અંગે કાયૅવાહી કરશે અને માંગનારને યોગ્ય મદદ પુરી પાડશે. (૪) કેન્દ્રીય કે રાજય માહિતી અધિકારી જે મુજબનો કેસ હોય તે મુજબ કોઇપણ અધિકારી (તે યા તેણીની) તે બાબતે પોતાની ફરજ માટે યોગ્ય હોવાનું જરૂરી લાગે તેની મદદ પ્રાપ્ત કરી શકશે. (૫) પેટા ક્લેમ (૪) નીચે જેની પણ મદદ માંગવામાં આવી હોય તે અધિકારી કેન્દ્રીય કે રાજય જન માહિતી અધિકારી તે જે મુજબનો કેરારા હોય તે મુજબ બધીજ મદદ પુરી પાડશે અને કાયદાની જોવાઇઓના કોઇપણ ઉલ્લંઘન માટે તેવા અન્ય અધીકારીને જે મુજબનો કેસ હોય તે મુજબ કેન્દ્રીય કે તે રાજય જાહેર માહિતી અધીકીર ગણી લેવામાં આવશે.
Copyright©2023 - HelpLaw