
માહિતી મેળવવા માટે વિનંતી કરવા બાબત
(૧) આ કાયદા નીચે માહિતી મેળવનાર વ્યકિતએ અરજી અંગ્રેજી/હિંદી કે પ્રાદેશીક ભાષામાં લેખિત કે ઇલેકટ્રોનીક ભાષામાં પોતાની અરજી નિયત કરેલ ફી સાથે નીચે જણાવેલ અધિકારીઓને તેના દ્વારા માંગવામાં આવેલી માહિતીની વિગતોની સ્પષ્ટતાની વિનંતી કરશે. (એ) સંબંધિત જાહેર સત્તામંડળના કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથાપ્રસંગ રાજયના જાહેર માહીતી અધિકારીને (બી) કેન્દ્રીય કે રાજય મદદનીશ જાહેર માહિતી અધિકારી જે મુજબનો કેસ હોય તે મુજબ ઉદ્દેશીને તે/તેણીએ માંગેલી માહિતીની વિગતો દશે. વની જોગવાઇ કરવામાં આવી છે કે આવી વિગતો લેખિતમાં દર્શાવી ન શકાય હોય તો ત્યારે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથાપ્રસંગ રાજય જાહેર માહિતી અધિકારીએ લેખિતમાં વિનંતી ઘટાડવા માટે મૌખિક વિનંતી કરવામાં વ્યકિતને તમામ જરૂરી સહાય કરશે. (૨) માહિતી માંગનારે માહિતી સંદૅભમાં કારણ આપવાના રહેશે નહિ જે મુજબનો કેસ હોય તે મુજબ સંપકૅકતા । સિવાયની અંગત વિગત આપવાની રહેશે નહિ. (૩) જયારે માહિતી માટે જાહેર સંસ્થાને વિનંતી કરવામાં આવે ત્યારે (૧) જે અન્ય જાહેર સતામંડળે ધારણ કરી હોય અથવા (૨) તે માગણી અન્ય જાહેર મંડળના કાર્ય સાથે સંકળાયેલુ હોય તો આવી અરજી જે સતામંડળને કરવામા; આવી હોય તેવી અરજી યા તેનો ભાગ અન્ય સતા મંડળને આપશે અને તેવી અરજી કે ભાગ અંગે અરજદારને સત્વરે જ્ઞાત કરશે. જોગવાઇ કરવામાં આવી છે કે આ પેટા કલમ પ્રમાણે તબદીલ શકય હોય તેટલી ઝડપથી કરશે પરંતુ આ માટેની રસીદની તારીખથી પાંચ દિવસ વધુ મોડુ કોઇપણ સંજોગોમાં થવુ જોઇએ નહિ.
Copyright©2023 - HelpLaw