માહિતી જાહેર કરવામાંથી મૂકિત
(૧) આ અધિનિયમમાં ગમે તે મજકૂર હોય તે છતા કોઇપણ નાગરિકને (એ) જે માહિતી જાહેર થવાથી ભારતના સાવૅભૌમત્વ અને અખંડિતતા રાષ્ટ્રની સલામતી વ્યુહાત્મક વૈજ્ઞાનિક અથવા આર્થિક હિતો વિદેશી રાષ્ટ્ર સાથેના સબંધને પ્રતિકૂળ અસર કરે અથવા કોઇ ગુન્હાને ઉતેજન આપવામાં પરિણમે તેમ હોય તો તેવી માહિતી આપવાની રહેશે નહિ. (બી) એવી વિગતો કાયદાકીય કોર્ટે અથવા ટ્રીબ્યુનલ મારફત વ્યકત કરવા મનાઇ ફરમાવી હોય તો અને તેના પ્રગટ કરવાથી કોટૅના તિરસ્કારની લાગણી જન્મે તો તેમ હોય તેવી કોઇ માહિતી આપવની જવાબદારી રહેશે નહિ. (સી) એવી વિગતો કે જે રાજય સંસદ વિધાનસભાના વિશેષાધિકારનો ભંગ જણાવતી હોય તો કોઇ માહિતી આપવાની જવાબદારી રહેશે નહિ. (ડી) વાણિજય વિષયક વિશ્ર્વાસનીયતા વ્યાપારની ખાનગી અથવા બૌધિક અસ્કયામત સહિતની માહિતી જે પ્રગટ થવાની સ્પăાત્મક સ્થિતિમાં ત્રીજા પક્ષકારોને હાનિ કરે તેવી હોય સિવાય કે સક્ષમ સતામંડળને સંતોષ થાય કે એવી માહિતીનું જાહેર હિતમાં પ્રગટ થવું જરૂરી છે. (ઇ) કોઇ માહિતી પ્રગટ થવાથી વિશાળ જાહેર હિતનું સમથૅન હોવાની સમક્ષ સતાધિકારીને ખાતરી ન થાય તો વ્યકિતને પોતાના વિશ્વાસ આધારિત સબંધમાં મળવાપાત્ર માહિતી આપવાની જવાબદારી રહેશે નહિ. (એફ) વિશ્ર્વાસુ સબંધમાં વિદેશી સરકાર પાસેથી માહિતી સાંપડી હોય તો (જી) માહિતી પ્રગટીકરણ થવાથી કોઇને જીંદગી કે શારીરિક સલામતી માટે ભય ઉભો કરે યા તો માહિતીના સંદર્ભેૌને છતો કરતી હોય અથવા કાયદાના અમલીકરણ આ સુરક્ષાના સબંધો માટે વિશ્વાસુ સબંધમાં મદદ અપાયેલી હોય તો (એચ) એવી વિગતો કે જેની તપાસ પ્રક્રિયાને અવરોધે યા અટકાવે અથવા ગુન્હેગારોની ન્યાયી કાયૅવાહીમાં પરિણમે તો (આઇ) પ્રધાનો સચિવો યા અન્ય અધિકારીઓ સલાહકાર સમિતિની વિચારણાની નોંધો સહિત મંત્રી મંડળના પત્રો જોગવાઇ કરવામાં આવી છે કે પ્રધાનમંડળના નિર્ણયો તે સંદર્ભે કારણો અથવા સામગ્રી પ્રતિ આધારિત નિર્ણયો થયા હોય તો તે નિણૅયો લીધા બાદ જાહેર કરાશે અને તે બાબત સંપૂણૅ રીતે કાયમ માટે પરિપૂર્ણ લેખાશે પરંતુ વધુમાં જે વિગતો નિર્દિષ્ટ રીતે અંગત આ કલમમાં રદ રખાયેલી છે તે પ્રગટ કરી શકાશે નહિ. (જે) કેન્દ્રીય કે રાજય જાહેર માહિતી અધીકારી જે કેસ સબંધ હોય તે મુજબ અથવા તો એપેલેટ ઓથોરીટીને સંતુષ્ટ કરતી હોય તેવી માહીતી વ્યકિતગત સ્વરૂપે માહિતી પ્રગટીકરણ કોઇ જાહેર પ્રવૃતિ કે હિત સંબંધિત ન હોય યા તો તેનાથી વ્યકિતગત જીવન ઉપર અતિક્રમણ કરાતી હોય ત્યારે તેવી માહિતીનું પ્રગટીકરણને લગતી કોઇ માહિતી આપવની જવાબદારી રહેશે નહિ. જોગવાઇ કરવામાં આવી છે કે માહિતી આપવનો ઇન્કાર કરી શકાશે નહિ પરંતુ સંસદ અથવા રાજય વિધાન મંડળને પણ ઇનકાર કરી શકાય નહિ. (૨) સતાવાર રહસ્યનો કાયદો ૧૯૨૩ (૧૯માં) જે જણાવેલ છે તેને વાંધો આવ્યા સિવાય કે પેટા કલમ (૧) હેઠળની જોગવાઇ લક્ષમાંદ રાખી જે કોઇ ગ્રાહ્ય રાખવામાં આવી છે જે હિતોનું રક્ષણ કરવામાં આવ્યું છે તેને થનારી નુકશાની પ્રગટીકરણ થવાથી જાહેર હિતના પલ્લાને ડગાવી દેતું હોય તો જાહેર સંસ્થા તે માહિતી સુલભ બનાવવાનું ગ્રાહ્ય રાખી શકશે. (૩) પેટા કલમ (૧)નો ખંડ (એ) અને (સી) અને (આઇ) ની જોગવાઇઓના સંદર્ભમાં જે કોઇ સ્થળે કોઇ બનાવ પ્રસંગ કે ઉદભવેલી બાબતની માહિતી કલમ ૬ હેઠળ કરાયેલી કોઇ વિનંતીથી તારીખથી ૨૦ વષૅ પૂવૅ બનેલ બનાવ પ્રસંગ કે તેની માહિતી કે કલમ હેઠળ વિનંતી કૉ ને પુરી પાડી શકાશે જોગવાઇ કરવામાં આવી છે કે જયારે આ કાયદાની અપીલ જોગવાઇઓને આધિન કે જયારે ચોકકસ તારીખથી વીસ વષૅની સમયમમૅદાનો પ્રશ્નન ઉપસ્થિતિમાં હોય ત્યારે કેન્દ્ર સરકારનો નિણૅય આખરી લેવાશે.
Copyright©2023 - HelpLaw