ત્રાહિત પક્ષકારની માહિતી - કલમ:૧૧

 ત્રાહિત પક્ષકારની માહિતી

(૧) જયારે કેન્દ્રિય રાજય જાહેર માહિતી અધિકારી કિસ્સા અનુરૂપ કાયદા સંદૅભની માહિતી અંગે કરાયેલી કોઇ વિનંતી કે જે અંગે કોઇ માહિતી કે નોંધ યા તો તેના ભાગને પ્રગટ માટે ઇરાદો રાખે ત્યારે તેવી માહિતી શાહિત પક્ષકારને લગતી હોય યા તો સાહિત પુરી પાડી હોય અને ત્રાહિતે તેને ગુપ્ત ગણાવી હોય કેન્દ્રીય કે રાજય માહીતી અધિકારી જે મુજબનો કિસ્સો હોય તે મુજબ પોતાને મળેલથી પાંચ દિવસની અંતગૅત તેવી વિનંતી અંગે કેન્દ્રીય કે રાજય જન માહિતી અધિકારીનો તો જે મુજબનો કિસ્સો હોય તે મુજબની માહિતી નોંધ અથવા તેનો ભાગ પ્રગટ કરવાના ઇરાદા અંગેની જાણકારી લેખિત અરજી દ્રારા ત્રાહિત પક્ષકારને આપશે અને તેવી માહિતી પ્રગટીકરણ કરવા દેવા બાબતે ત્રાહિત પક્ષકારને લેખિતમાં મૌખિક રીતે રજૂઆત કરવા માટે નિમંત્રીત કરશે અને માહિતી પ્રગટ કરવા વિષે ત્રાહિત પક્ષકારને એવી રજૂઆતોને લક્ષમાં લેવામાં આવશે. જોગવાઇ કરવામાં આવી છે કે કાયદાથી સુરક્ષિત વેપાર વાણિજયની ગુપ્તતાના કિસ્સા સિવાય પ્રગટીકરણ ત્રાતિને થનાર હાનિ યા નુકશાની સામે જનહિતના પગળાને વધુ નમાવી દેતું હોય તો તેવું પ્રગટીકરણ કરવાનું ગ્રાહ્ય રાખી શકાશે. (૨) કેન્દ્રીય કે રાજય જાહેર માહિતી અધિકારીએ જે મુજબનો કિસ્સો હોય તે મુજબ જયારે પેટા કલમ (૧) નીચે ત્રાહિતને કોઇ માહિતી યા નોંધ યા તેના ભાગ માટે નોટીશ પાઠવી હોય ત્યારે તેવી નોટીશના દસ દિવસની અંદર સૂચિત પ્રગટીકરણ સામે રજૂઆત કરવાની તક આપવની રહેશે. (૩) જો પેટા કલમ (૨) હેઠળ રજૂઆત કરવા માટે ત્રાહિત પક્ષકારને તક આપવામાં આવી હોય તો કલમ ૭ માં જે કાંઇ જણાવાયું છે તેને ધયાનમાં લીધા વીના કેન્દરીય જાહેર માહિતી અધિકારી અથવા રાજય જાહેર માહિતી અધિકારી જે તે કિસ્સામાં કલમ ૬ હેઠળ વિનંતીની રસીદ પછીના ચાલીસ દિવસમાં નિણૅય લેશે માહિતી કે રેકોર્ડ કે તેના કોઇ ભાગો જાહેર કરવો નહિ અને ત્રાહિત પક્ષકારને પોતાના નિર્ણયની લેખિત નોટીશ આપશે. (૪) પેટા ક્લમ (૩) હેઠળ અપાયેલો નોટીશમાં જે ત્રાહિન પક્ષકારને નોટીશ મોકલી હોય તેને કલમ ૧૯ હેઠળ નિણૅય સબંધિત અપીલ કરવાનો અધિકાર હોવા અંગેના નિવેદનનો પણ સમાવેશ થશે.