
કેન્દ્રીય માહિતી પંચની રચના
(૧) કેન્દ્રીય સરકાર રાજપત્રમાં જાહેરનામા મારફત આ કાયદા હેઠળ મળેલ સતાનો ઉપયોગ કરવા અને સોંપાયેલ કાર્યો અદા કરવા એક મંડળની રચના કરશે કે જે કેન્દ્રીય માહિતી પંચ તરીકે ઓળખાશે. (૨) કેન્દ્રીય માહિતી પંચમાં (એ) મુખ્ય માહિતી કમિશ્નર અને (બી) દસથી વધુ નહિ તેટલી સંખ્યાની અંદર જ જરૂરી લાગે તેટલા કેન્દ્રીય માહિતી કમિશ્નર (૩) રાષ્ટ્રપનિ દ્વારા મુખ્ય માહીતી કમિશ્નર અને માહિતી કમિશ્નરની નિમણૂંક નીચે જણાવેલ સમિતિની ભલામણ આધારે કરાશે. (૧) વડાપ્રધાન જે તે સમિતિના ચેરમેન રહેશે (૨) લોકસભામાં વિરોધપક્ષના નેતા અને (૩) વડાપ્રધાન દ્રારા નીમવામાં આવેલ કેન્દ્રીય મંત્રી મંડળના પ્રધાન સ્પષ્ટીકરણઃ- શંકાઓ દૂર કરવાના હેતુસર આથી અહી જાહેર કરવામાં આવે છે કે જયારે લોકસભામાં વિરોધપક્ષના તેના માન્ય રખાયા ન હોય ત્યારે લોકસભામાં સરકારનો વિરોધ કરનાર સૌથી મોટો જુથના તેનાને વિરોધપક્ષના નેતા ગણી લેવાશે (૪) કેન્દ્રીય માહિતી પંચના સંચાલનની બાબત નિર્દેશન અને સામાન્ય દેખરેખ મુખ્ય માહિતી કમિશ્નરનું રહેશે અને તેની મદદે માહિતી કમિશ્નરો રહેશે તેઓ એવા બધીજ સતાઓનો ઉપયોગ કરશે અને એવાં બધાજ કાયૅ બાબતો કરશે કે જે આ કાયદા હેઠળના અન્ય કોઇ સતા મંડળના નિર્દેશનો આધિન રહ્યા વગર સ્વતંત્રપણે કેન્દ્રીય માહિતી પંચ દ્રારા ઉપયોગમાં લઇ શકાતા હોય યા કરી શકતા હોય. (૫) મુખ્ય માહીતી કમીશ્નર અને માહિતી કમિશ્નરો તરીકે ની વ્યક્તિઓ કાયો વિજ્ઞાન અને ટેકનોલોજી સમાજ સેવા વહીવટી તંત્ર પત્રકારત્વ સમૂહ માધ્યમ અથવા વહિવટીતંત્ર અને કારભાર ચલાવવામાં બહોળુ જ્ઞાન અનુભવ ધરાવતી હોય. (૬) મુખ્ય માહિતી કમિશ્નર અથવા માહિતી કમિશ્નરો તરીકે જે મુજબનો કિસ્સો હોય તે મુજબ સંસદ સભ્ય અથવા કોઇપણ રાજય કે કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાના સભ્ય રહેશે નહી અથવા કોઇપણ લાભકારક હોદ્દો ધારણ કરનાર રહેશે નહી. કોઇપણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો હશે નહિ અથવા તો કોઇપણ વ્યાપાર કરતા યા તો કોઇપણ વ્યવસાય નહિ કરતો હોય (9) કેન્દ્રીય માહિતી પંચનું મુખ્ય મથક દિલ્હી રહેશે અને કેન્દ્રીય માહિતી પંચ કેન્દ્રની પૂર્વે મંજૂરીથી ભારતમાં અન્ય સ્થળોએ કાર્યાલયો સ્થાપિત કરી શકશે.
Copyright©2023 - HelpLaw