હોદ્દાનો કાર્યકાળ અને સેવાની શરતો - કલમ:૧૩

હોદ્દાનો કાર્યકાળ અને સેવાની શરતો

(૧) મુખ્ય માહિતી કમિશ્નર જે દિવસે પોતાના કાયૅ લયમાં હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વષૅની મુદત માટે કાર્યભાર સંભાળશે અને પુનઃ નિમણૂંક માટે પાત્ર રહેશે નહી. જોગવાઇ કરવામાં આવી છે કે મુખ્ય માહિતી કમિશ્નર કોઇપણ સંજોગોમાં પાસઠ વર્ષની ઉંમરે પહોંચ્યા બાદ હોદો ધારણ કરી શકશે નહીં. (૨) દરેક માહિતી કમિશ્નર પોતાના કાર્યલયમાં હોંદો ધારણ કે તે તારીખથી ૫ વર્ષ માટે અથવા ૬૫ વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધી બેમાંથી જે પહેલા હોય તે તારીખ સુધી કાર્યભાર સંભાળશે અને આવા માહિતી કમિશ્નર પુનઃ નિમણુક પાત્ર રહેશે નહી. આ જોગવાઇ કરવામાં આવી છે કે માહિતી કમિશ્રનર આ પેટા કલમ હેઠળ પોતાનો હોદ્દો ખાલી કર્યોથી કલમ ૧૨ ની પેટા કલમ (૩) માં ઠરાવ્યા મુજબની રીતે મુખ્ય માહિતી કમિશ્નર તરીકે નિમણૂંકને પાત્ર હશે. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે વધુમાં જયારે માહિતી કમિશ્નરની મુખ્ય માહિતી કમિશ્નર તરીકે નિમણુંક થાય ત્યારે તેમના હોદ્દાનો કાર્યકાળ માહિતી કમિશ્નર અને મુખ્ય માહિતી કમિશ્નર તરીકેનો એકંદર ૫ વર્ષથી વધુ સમયનો રહેશે નહીં. (૩) મુખ્ય માહિતી કમિશ્નર અથવા માહિતી કમિશ્નર પોતાનો કાર્યભાર સંભાળતા અગાઉ રાષ્ટ્રપતિ સમક્ષ યા તો તેમના દ્રારા તે સંદર્ભમાં નિયુક્ત કરાયેલી બીજી કોઇ વ્યકિત સમક્ષ પ્રથમ પરિશિષ્ટમાં આ હેતુ માટે નિયત કરાયેલા નમૂના મુજબ સૌગંદ યા એકરાર કરશે અને તે જાહેર કરશે. (૪) મુખ્ય માહિતી કમિશ્નર અથવા તો માહિતી કમિશ્નર પોતાનો હોદ્દો ગમે ત્યારે રાષ્ટ્રપતિને પોતાના હસ્તાક્ષરથી લખીને રાજીનામું આપી શકે છે, જોગવાઇ કરવામાં આવી છે કે મુખ્ય માહિતી કમિશ્નર અથવા માહિતી કમિશ્નરને કલમ ૧૪ હેઠળ નિયત કરેલી નીતિથી હોદા પરથી છૂટા પણ કરી શકશે. (૫) પોતાની સેવાઓ માટે ચુકવવા પાત્ર પગાર ભથ્થાઓ અને શરતો અને અન્ય નિયમો નીચે મુજબ છે. (એ) મુખ્ય માહિતી કમિશ્નરને ચુકવવાપાત્ર પગાર અને ભથ્થા અને તેની સેવાની બોલીઓ અને શરતો મુખ્ય ચૂંટણી કમિશ્નરની હોય તેવી રહેશે (બી) માહિતી કમિશ્નરને ચૂકવવાપાત્ર પગાર અને ભથ્થા અને તેની સેવાની બોલીઓ અને શરતો ચુંટણી કમિશ્નરની હોય તેવી જ રહેશે જોગવાઇ કરવામાં આવી છે જો મુખ્ય ચુંટણી કમિશ્નર અથવા માહીતી કમિશ્નર પોતાની નિમણુક સમયે ભારત સરકાર યા રાજય સરકાર હેઠળ પૂર્વેની કોઇપણ સેવાના સંદર્ભમાં વિકલાંગતા અથવા ઇજાના પેન્શન સિવાયનું પેન્શન મેળવતા હશે તો મુખ્ય માહિતી કમીશ્નર થા માહિતી કમીશ્નર તરીકેની સેવાના સંદૅભમાં પોતાના પગારમાં પેન્શનની રકમ દ્રારા ઘટાડો કરશે જેમા નિવૃત્તિ ગ્રેજયુઇટીના પેન્શન બાદ કરીને અન્ય પ્રકારના નિવૃત્તિના લાભ જેટલા પેન્શન અને અરસપરસ કરાયેલા પેન્શનના કોઇપણ ભાગનો સમાવેશ થશે. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે જો મુખ્ય માહિતી કમિશ્નર અથવા માહિતી કમીશ્નર પોતાની નિમણુંકના સમયે જો કેન્દ્રીય કાયદા યા રાજય કાયદા અંતર્ગત સ્થાપાયેલ નિગમમાં યા કેન્દ્રીય કે રાજય સરકારના અંકૂશની થા તો માલિકીની સરકાર તે કંપનીમાં પોતે આપેલ અગાઉની સેવા સંદર્ભમાં નિવૃત્તિ લાભ મેળવતા હોય તો મુખ્ય માહિતી કમિશ્નર અથવા માહિતી કમિશ્નર તરીકેની સેવાની સંદર્ભમાં તેઓના પગારમાં નિવૃતિના લાભ જેટલી પેન્શનની રકમ દ્રારા ઘટાડો કરાશે. પણ વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે મુખ્ય માહિતી કમિશ્નર અથવા માહિતી કમિશ્નરની સેવાના પગાર ભથ્થાઓના અને બીજી એવી શરતો તેઓની નિમણૂંક પછી તેઓના ગેરલાભમાં ફેરવાશે નહીં, (૬) કેન્દ્ર સરકાર મુખ્ય માહિતી કમિશ્નર અને માહિતી કમિશ્નરને આ કાયદા નીચે પોતાના કાર્ય કાર્યક્ષમતાથી અદા કરવા માટે જરૂરી હોય તેવા અધિકારીઓ અને કમૅચારીઓ પુરા પાડશે અને આ કાયદાના હેતુ માટે નિમણુંક કરાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને નિયમો તથા શરતોને આધિન રહીને ચુકવવાપાત્ર પગાર ભથથાઓ ઠરાવ્યા મુજબના રહેશે.