મુખ્ય માહિતી કમિશ્નર યા નાયબ માહિતી કમિશ્નરને છૂટા કરવા બાબત - કલમ:૧૪

મુખ્ય માહિતી કમિશ્નર યા નાયબ માહિતી કમિશ્નરને છૂટા કરવા બાબત

(૧) પેટા કલમ (૩) ની જોગવાઇઓ આધિન મુખ્ય માહિતી કમીશ્નર અથવા માહિતી કમિશ્નરને તેઓના હોદ્દા પરથી સાબીત થયેલી ગેરવતૅણુક યા સક્ષમ મુદ્દાઓએ રાષ્ટ્રપતિના હુકમ દ્રારા જ કરાશે અને આવો હુકમ રાષ્ટ્રપતિ મારફત થયેલ ઉલ્લેખ ઉપરથી સુપ્રીમ કોટૅ તે અંગે તપાસ કરીને જે મુજબનો કેસ હોય તે અનુસાર તેવા મુખ્ય માહિતી કમિશ્નર કે કોઇ માહિતી કમિશ્નરને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાશે. (૨) જે સબંધમાં પેટા કલમ (૧) નીચે સુપ્રીમ કોટૅને સંદર્ભે મોકલવામા; આવ્યો છે અને સુપ્રીમ કોટૅ તેવા અહેવાલ ઉપરથી રાષ્ટ્રપતિ હુકમ કરે નહી ત્યાં સુધી મુખ્ય માહિતી કમિશ્નર કે માહિતી કમિશ્નરને ફરજ મોકુફી ઉપર ઉતારી શકશે અને જરૂરી જણાય તો તપાસ દરમ્યાન હોટ્ટાના સ્થળેથી દૂર રહેવા ફરમાવી શકશે. (૩) પેટા કલમ (૧) ના સંદર્ભમાં જણાવ્યા વિગતો ધ્યાનમાં લીધા સિવાય રાષ્ટ્રપતિ હુકમ દ્રારા બંને કમિશ્નરોને જે મુજબનો કેસ હોય તે મુજબ તેઓના હોદા પરથી દૂર કરી શકશે જો તે અધીકારીઓ (એ) નામદાર ઠરેલ હોય અથવા (બી) રાષ્ટ્રપતિના અભીપ્રાય નૈતિક અઘઃપતન કર્યું હોય યા (સી) પોતાની હોદ્દાની મુદત દરમ્યાન પોતાના હોદ્દા પરની ફરજો સિવાયની કોઇ સવેતન રોજગારમાં રોકાયેલ હોય અથવા (ડી) રાષ્ટ્રપતિના અભીપ્રાય મુજબ શારીરિક માનસીક નબળાઇને કારણે હોટ્ટા ઉપર રહેવા અયોગ્ય હોય અથવા (ઇ) મુખ્ય માહિતી કમિશ્નર અથવા માહિતી કમિશ્નર તરીકે તેમની કામગીરીઓને પુવૅગ્રહપણે અસર કરી શકે અન્ય કોઇ નાણાકીય અથવા અન્ય હીતો ધરાવતા હોય તો રાષ્ટ્રપતિ મુખ્ય માહિતી કમીશ્નર અથવા કોઇપણ માહિતી કમીશ્નરને હોદ્દા ઉપરથી દૂર કરવાનો આદેશ આપી શકે છે. (૪) જો બંને અધિકારીઓએ કોઇપણ રીતે ભારત સરકાર ધારા યા વતિ કોઇપણ કરાર સમજૂતી સાથે સંકળાયેલા હોય હિત ધરાવતા હોય યા ભાગ લેવા તેમાં કોઇપણ પ્રકારે ભાગ લીધો હોય યા તો સ્થાપિત કંપનીના અન્ય સભ્યો સાથે એક સભ્યની જેમ પગાર કે લાભ પ્રાપ્ત કર્યું હોય તો પેટા કલમ (૧)ના હેતુ માટે ગેરવતૅણુંક બદલ દોષિત કરાવી શકાશે.