હોદ્દાની મુદત અને સેવાની શરતો - કલમ:૧૬

હોદ્દાની મુદત અને સેવાની શરતો

(૧) રાજય મુખ્ય મહિતી કમિશ્નર પોતાનો હોદ્દો સંભાળે તે તારીખથી પાંચ વર્ષની અવધિ સુધી હોદ્દા ઉપર રહેશે અને તેઓ ફેરનિમણુંકને પાત્ર થશે નહિ. જોગવાઇ કરવામાં આવી છે કે રાજયના કોઇપણ મુખ્ય માહિતી કમિશ્નર તેઓ પાંસઠ વર્ષની વયે પહોંચ્યા બાદ કે પુનઃ નિયુકિત માટે લાયક ગણાશે નહિ. (૨) દરેક રાજય માહિતી કમિશ્નર પણ નિયુકિત તારીખથી પાંચ વષૅ માટે યા તો ૬૫ વર્ષની વય સુધી જ બેમાંથી જે વહેલી હોય તયાં સુધી જ હોદ્દા ઉપર રહી શકશે પુનઃ નિયુકિત માટે લાયક ગણાશે નહિ. જોગવાઇ કરવામાં આવી છે કે દરેક રાજય માહિતી કમિશ્નર આ પેટા કલમ હેઠળ હોદ્દો છોડતી વખતે કલમ ૧૫ની પેટા કલમ (૩) હેઠળ ઠરાયેલી રીતે રાજય મુખ્ય માહિતી કમિશ્નર તરીકે નિમણુંક થયાને લાયક લેખાશે. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે જયારે રાજય માહિતી કમિશ્નરની રાજય મુખ્ય માહિતી કમિશ્નર તરીકે નિયુકિત થાય ત્યારે તેમના હોદ્દાની મુદત રાજય માહિતી કમિશ્નર અને રાજય મુખ્ય માહિતી કમિશ્નર તરીકેની એકંદરે પાંચ વષૅથી વધુ સમયની રહેશે નહી. (૩) રાજય મુખ્ય માહિતી કમિશ્નર કે રાજય માહિતી કમિશ્નર હોદ્દો ધારણ કરે તે પૂવૅ રાજયપાલ કે તેમનાં વતી નિયુકત અન્ય વ્યકિત સમક્ષ પ્રથમ પરિશિષ્ટમાં આ હેતુ માટે ઠરાવેલા સ્વરૂપાનુસાર સોગંદ યા તો નિરધારનો એકરાર કરશે. (૪) રાજય મુખ્ય માહિતી અધિકારી અથવા કોઇ રાજય માહિતી અધિકારીઓ સ્વહસ્તે લેખિત રાજીનામું રાજયપાલને મોકલી હોદ્દો છોડી શકશે. જોગોવાઇ કરવામાં અવી છે કે રાજય મુખ્ય માહિતી અધિકારી અથવા કોઇ રાજય માહિતી અધિકારી કલમ ૧૭ હેઠળ ઠરાવેલી શરતોએ હોદ્દા પરથી દૂર કરી શકાશે. (૫) ચૂકવવાપાત્ર પગાર ભથ્થાઓ તથા સેવાની શરતો (એ) રાજય મુખ્ય માહિતી કમિશ્નરને ચુંટણી કમિશ્નર સમકક્ષ (બી) રાજય માહિતી કમિશ્નરને રાજયના મુખ્ય સચિવની સમકક્ષ જોગવાઇ કરવામાં આવી છે કે રાજયના મુખ્ય માહિતી કમિશ્નર અથવા રાજયના માહિતી કમિશ્નર પોતાની નિમણૂંક સમયે ભારત યા રાજય સરકાર હેઠળ પૂર્વેની કોઇપણ સેવાના સબંધમાં વિકલાંગતા ઇજાના પેન્શન સિવાય કોઇ પેન્શન મળતું હોય તો તેમની સેવાના સબંધમાં મુકરર પગાર પૈકી પેન્શનની રકમ પૈકી ઘટાડો થશે. જેમા પેન્શનની રકમ બાકાત રાખીને અન્ય નિવૃતિ લાભ જેટલા પેન્શન કે કોમ્પ્યુટેડ કરાયેલા ભાગને બાકાત લેખી સમાવેશ થશે. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે રાજયના મુખ્ય માહિતી કમિનર અથવા રાજયના માહિતી કમિશ્નર તેમની નિમણુંકના સમયે કોઇ કેન્દ્રીય અધિનિયમ અથવા રાજકીય અધિનિયમ હેઠળ સ્થપાયેલા કોર્પોરેશન અથવા કેન્દ્ર સરકાર અથવા રાજય સરકારની માલિકીની અથવા તેના નિયંત્રણ હેઠળની સંચાલિત સરકારી કંપનીમાં અગાઉ કોઇ સેવા આપી હોય તેના સંદર્ભમાં મળતા નિવૃતિ લાભોની આવક મેળવતા હોય ત્યારે રાજયના મુખ્યા માહિતી કમિશ્નનર અથવા રાજયના માહિતી કમિશ્નર તરીકેની તેમની સેવાના સંદર્ભમાં તેમનો પગાર નિવૃતિ લાભોને સમકક્ષ પેન્શનની રકમ જેટલા પ્રમાણમાં ઘટાડવો જોઇએ પણ વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે રાજય મુખ્ય માહિતી કમિશ્નર અથવા કોઇ રાજય માહિતી કમિશ્નરો સેવાના પગાર ભથ્થાઓ અને શરતો તેઓની નિમણુંકથી ગેરલાભમાં ફેરવાશે નહિ. (૬) રાજય મુખ્ય માહિતી કમિશ્નર અથવા કોઇ રાજય માહિતી કમિશ્નરો આ કાયદા હેઠળ પોતાની ઉચિત કામગીરી માટે જરૂરી હોય તેટલા અધિકારીઓ કમૅચારીઓ પૂરા પડાશે અને કાયદાના હેતુ માટે નિયુકત કરાયેલા અધિકારીઓ કમૅચારીઓની ચૂકવવાપાત્ર પગાર ભથ્થાઓ તથા સેવાની શરતો નિયમો યથાવત રહેશે.