રાજય મુખ્ય માહિતી કમીશ્નર યા રાજય માહિતી કમિશ્નરને દુર કરવા બાબત - કલમ:૧૭

રાજય મુખ્ય માહિતી કમીશ્નર યા રાજય માહિતી કમિશ્નરને દુર કરવા બાબત

(૧) રાજય મુખ્ય મહિતી કમિશ્નર કે અન્ય માહિતી કમિશ્નર જે મુજબનો કેસ હોય તે અન્વયે રાજયપાલ દ્વારા મોકલવાયેલના સંદર્ભે અનુસંધાને સુપ્રિમ કોર્ટે તપાસ કરીને પાઠવેલ અહેવાલ આધારે પુરવાર થયેલ ગેરવર્તણુંક યા સક્ષમતાનાં અભાવે રાજયપાલ હુકમ દ્રારા પેટા કલમ (૩) ની જોગવાઇઓને આધિન તેવા બંને કમિશ્નર પૈકી કોઇને પણ હોદ્દા પરથી દૂર કરી શકાશે. (૨) પેટા કલમ (૧) નીચે સુપ્રીમ કોટૅને સંદભૅ મોકલાવેલ છે અને સુપ્રીમ કોટૅ તે સંદભૅ અંગે પાઠવેલા અહેવાલ ઉપરથી રાજયપાલ હુકમ ન કરે ત્યાં સુધી તેવા કમિશ્નરને ફરજ મોકુફી ઉપર ઉતારી દેશે અને જરૂરી જણાય તો તપાસ દરમ્યાન હોટ્ટાથી વિભૂકિત ફરમાવી શકશે અને તેમની હાજરી ઉપર પ્રતિબંધ મૂકી શકશે. (૩) પેટા કલમ (૧) માં જે જણાવેલ હશે તે ધ્યાનમાં લીધા સિવાય રાજય મુખ્ય માહિતી કમિશ્નર અથવા રાજય માહિતી કમીશ્નર (એ) નાદાર જાહેર થયા હોય અથવા (બી) નૈતિક અઘઃપતન અન્વયે દોષિત રાજયપાલ અભિપ્રાય હોય ત્યોર (સી) પોતાના હોટ્ટાનાં કાર્યકાળ દરમ્યાન બહારની કોઇ જગ્યાએ નોકરી કરતા હોય અથવા (ડી) રાજયપાલના અભિપ્રાયથી શારીરિક માનસિક અશકતતાના કારણે હોદ્દા ઉપર ચાલ તે અયોગ્ય હોય ત્યારે અથવા (ઇ) રાજય મુખ્ય માહિતી કમિશ્નર અથવા કોઇ રાજય માહિતી કમિશ્નરો તરીકે તેમની કામગીરીને પૂર્વગ્રહયુકત અસરનેં । કોઇપણ નાણાકીય અથવા હિત ધરાવતા હોય તો રાજયપાલ હાજર મુખ્ય માહિતી કમિશ્નર અથવા કોઇપણ રાજય માહિતી કમિશ્નરને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ આપી શકે છે. (૪) રાજય મુખ્ય માહિતી કમિશ્નર અથવા કોઇ રાજય માહિતી કમિશ્નરો તેમની કામગીરી દરમ્યાન સરકાર દ્રારા યા તો સરકાર વતી કોઇપણ કરાર સમજૂતી સાથે સંકળાયેલા હોય ત્યારે અથવા હીત ધરાવતા હોય તેનો લાભલેવા તેમા ભાગ લીધો હોય અથવા રચાયેલી કંપનીના અન્ય સભયો સાથે એક સભ્યની જેમ અને તેમાંથી પગાર યા અન્ય લાભાર્થી હોય તો પેટા કલમ (૧) ના હેતુ માટે ગેરવર્તણુંક બદલ દોષિત લેખાશે.