માહિતી પંચની સતાઓ અને કાર્યા - કલમ:૧૮

માહિતી પંચની સતાઓ અને કાર્યા

(૧) આ કાયદાની જોગવાઇઓને આધિન કોઇપણ વ્યકિત તરફથી થયેલી ફરિયાદ અંગે કેન્દ્રીય કે રાજય માહિતી પંચ જે મુજબનો કેસ હોય તે મુજબની ફરિયાદ અંગે કેન્દ્રીય રાજય માહિતી પંચ તે મુજબની ફરિયાદ સ્વીકારવાની અને તપાસ કરવાની ફરજયુકત રહેશે. (એ) એવી વ્યકિત કે જેણે કેન્દ્રીય કે રાજય જાહેર માહિતી અધિકારીને જે મુજબનો કેસ હોય તે મુજબ વિનંતી રજુ કરી શકે તેમ ન હોય અને તેનું કારણ આ કાયદા નીચે તેવા અધિકારીની નિમણુંક કરવામાં આવી ન હોય અથવા કેન્દ્રીય કે રાજય મદદનીશ જાહેર માહિતી અધિકારીએ જે મુજબનો કેસ હોય તે મુજબ આ કાયદાની હેઠળ માહિતી સ્વીકારવાનો ઇન્કાર કર્યું । હોય અથવા અપીલ સ્વીકારીને કેન્દ્રીય કે રાજય જન માહિતી અધિકારી જે મુજબનો કેશ હોય તે મુજબ અથવા કલમ ૧૯ની પેટા કલમ ૧ નીચે નિદિષ્ટ કરાયેલા અધિકારીએ યા રાજય કે કેન્દ્રીય માહિતી પંચને જે મુજબનો કેસ હોય તે મુજબ મોકલી આપવા ઇન્કાર કર્યું । હોય. (બી) એવી વ્યકિત કે જેને આ કાયદા અંતર્ગત માહિતી સુલભ કરવાનો ઇન્કાર કર્યું હોય (સી) એવી વ્યકિત કે જેને કાયદા નીચે ઠરાવોની મુદત અંદર માહિતી માટેની વિનંતીનો પ્રતિભાવ આપવામાં આવ્યો નથી અથવા માહિતી સુલભ કરાવી નથી. (ડી) એવી વ્યકિત કે જેને ફી ની રકમ ભરવા જણાવવા છતા અયોગ્ય ગણયું હોય (ઇ) એવી વ્યકિત કે જે એવુ માનતી હોય કે આ કાયદા નીચે અધૂરી ગેરમાર્ગે દોરનારી યા તો ખોટી માહિતી અપાઇ હોય અને (એફ) આ કાયદા હેઠળ રેકડૅ માંગવા બનાવવા અથવા મેળવવા સબંધી બીજી કોઇપણ બાબતના સંદર્ભમાં કોઇપણ વ્યકિતની ફરિયાદ સ્વીકારવાની અને તેની તપાસ કરવાની ફરજ રહેશે (૨) જયારે કેન્દ્રીય યા રાજય માહિતી પંચ જે મુજબનો કેસ હોય તે અનુસાર તેઓને સંતોષ થાય કે તેવી બાબતમાં તપાસ કરવા માટે વ્યાજબી છે ત્યોર જે તેના સંદર્ભમાં તપાસ શરૂ કરી શકશે (૩) કેન્દ્રીય કે રાજય માહિતી પંચને જે મુજબનો કેસ હોય તે મુજબ આ કલમ નીચે કોઇપણ બાબતની તપાસ કરતી વખતે નીચેની બાબતોના સબંધમાં દિવાની કાર્યરીતિ અધિનિયમ ૧૯૦૮ (૧૯૦૮નાં ૫ મો) હેઠળ દાવો ચલાવવા માટે દિવાની ન્યાયાલયને જે સતાઓ સોંપાઇ છે તે બધીજ યથાવત રહેશે (એ) વ્યકિતઓને કોર્ટે હુકમ પાઠવવા અને તેઓને હાજર રહેવા તેમજ સોગંદ ઉપર મૌખિક યા લેખિત પુરાવા આપવાની અને દસ્તાવેજો અથવા વસ્તુઓ રજુ કરવા કરાવવાની ફરજ પાડવી (બી) દસ્તાવેજોની શોધ અને તપાસણીની જરૂરીયાત દશૅ (વવી (સી) સોગંદનામા ઉપર પુરાવો મેળવવો (ડી) કોઇપણ ન્યાયાલય પાસે કે કચેરી પાસેથી કોઇપણ જાહેર નોંધો અથવા તેની નકલોની માંગણી કરવી (ઇ) સાક્ષીઓ અને દરતાવેજોની તપાસ માટે હુકમ પાઠવવા અને (એફ) અન્ય કોઇપણ બાબત જે નિયત કરવામાં આવે (૪) સંસદ અથવા રાજયની વિધાનસભા જે મુજબનો કેસ અનય કોઇપણ કાયદામાં જે કાંઇપણ વિપરીત જણાવાયું હોય તેને ધ્યાનમાં લીધા વગર કેન્દ્ર કે રાજય માહિતી પંચ જે મુજબનો કેસ હોય તે મુજબ આ કાયદા હેઠળની કોઇપણ ફરીયાદ ની તપાસ દરમ્યાન આ કાયદો જેને લાગુ પડે છે તે કોઇપણ નોંધ જે જાહેર સતા મંડળના અંકુશ હેઠળ છે તેની તપાસ કરી શકશે અને તેનાથી આવો રેકોડૅ કોઇપણ આધાર ઉપર અટકાવી શકાશે નહિ.