અપીલ
(૧) કલમ ૭ ની પેટા કલમ (૧) અથવા પેટા કલમ (૩) ના ખંડ (એ) ના દશૅ વેલી સમય મર્યે દાની અંદર નિણૅય પ્રાપ્ત ન થાય તો કેન્દ્રીય કે રાજય જન માહિતી અધિકારીએ જે મુજબનો કેસ હોય તે મુજબ કરેલા હુકમથી અસરગ્રસ્ત થઇ હોય તેવી કોઇપણ વ્યક્તિ એવી સમય મર્યાદા પુરી થયેથી ત્રીસ દિવસની અંદર અથવા તેવો નિર્ણય પ્રાપ્ત થયેથી દરેક જાહેર સત્તા મંડળ કેન્દ્રીય કે રાજય જન માહીતી અધીકારીથી વરિષ્ઠ અધિકારી સમક્ષ જે મુજબનો કેસ હોય તે મુજબ અપીલ કરી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે જો આવા અધિકારીને સંતોષ થાય કે અપીલકત ને સમય માદાની અંદર અપીલ દાખલ કરતો પુરતા કારણોસર અટકાવવામાં આવ્યો હતો તો ત્રીસ દિવસની સમય મર્યેાદા વીતી ગઇ હોવા છતા પણ તે અપીલ દાખલ કરી શકશે. (૨) ત્રાહીત પક્ષકારની માહિતી જો જાહેર કરવા અંગે કલમ ૧૧ હેઠળની કેન્દ્રીય કે રાજય જન માહિતી અધિકારી જે મુજબનો કેસ હોય તે મુજબ દ્વારા કરવામાં આવેલા હુકમની વિરૂધ્ધ જયારે અપીલ કરવામાં આવી ત્યારે તેવા હુકમની તારીખથી ત્રીસ દિવસની અંદર સબંધિત ત્રાહીત પક્ષકાર દ્વારા અપીલ કરવામાં આવશે. (૩) કેન્દ્રીય કે રાજ્ય માહિતી પંચ સમક્ષ પેટા કલમ (૧) હેઠળ લેવાયેલા નિર્ણય વિરૂધ્ધ બીજી અપીલ જે તારીખે નિર્ણય કરવામાં આવી શકયો હોત અથવા ખરેખર જે તારીખે પ્રાપ્ત થયો તે તારીખથી નેવું દિવસની અંદર કરાશે જોગવાઇ કરવામાં આવી છે. કે કેન્દ્રીય કે રાજય માહિતી પંચ જે મુજબનો કેસ હોય તે મુજબ તેઓને સંતોષ થાય કે અપીલકતે ને સમય મર્યે દાની અંદર અપીલ ફાઇલ કરતા પૂરતા કારણોસર અટકાવવામાં આવ્યો હતો તે નેવુ દિવસનો સમય વિત્તયા પછી પણ તે અપીલ દાખલ કરી શકશે. (૪) ત્રાહિત પક્ષકારના સબંધની માહિતી અંગે જો કેન્દ્રીય કે રાજય માહિતી પંચ અથવા રાજય માહિતી પંચ જે મુજબના કેસ હોય તે મુજબ ત્રાહીત પક્ષકારને સાંભળવાની વાજબી તક આપશે. (૫) કોઇપણ અપીલ કાર્યવાહીમાં વિનંતીનો ઇનકાર વ્યાજબી હતો એ સાબિતીના બોજો જેણે વિનંતી નકારી કાઢી હોય તે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા રાજય યથાપ્રસંગ જાહેર માહિતી અધિકારીની રહેશે. (૬) પેટા કલમ (૧) અથવા પેટા કલમ (ર) હેઠળની અપીલ તે અપીલ મળ્યેથી ત્રીસ દિવસની અંદર અથવા તેના સંદર્ભમાં લંબાવાયેલી સમય નાદાની અંદર પરંતુ ફાઇલ કર્યો ।ની તારીખથી કુલ પીસ્તાલીસ દિવસથી વધવો જોઇએ નહી તેવી સમય મર્યું દાની અંદર જે મુજબનો કેસ હોય તે મુજબ નિકાલ કરવાનો રહેશે. (૭) કેન્દ્રીય કે રાજય માહિતી પંચનો નિર્ણય જે મુજબનો કેસ હોય તે અન્વયે બંધનકર્તા રહેશે. (૮) કેન્દ્રીય કે રાજય માહિતી પંચને જે મુજબનો કેસ હોય તે મુજબ પોતાના નિર્ણય અંગે નીચે મુજબની સતા રહેશે. (એ) અહીં જણાવ્યા સહિતની આ કાયદાની જોગવાઇઓના પાલનની ખાત્રી કરવા માટે જરૂરી પગલાઓ ભરવા જાહેર સતામંડળે જરૂરી બનાવવું. (૧) જો ચોકકસ સ્વરૂપમાં માહિતી સુલભ કરાવવાની વિનંતી કરાઇ હોય તો તે મુજબ પુરી પાડવા દ્નારા (૨) કેન્દ્રીય યા રાજય જન માહિતી અધિકારીની જે મુજબનો કેસ હોય તે મુજબ નિમણૂક કરવા દ્વારા (૩) ચોકકસ માહિતી માહિતીઓનું વર્ગીકર કરવા (૪) રેકર્ડની જાળવણી સંચાલન અને નાશના સંદર્ભમાં તેના વ્યવહારમાં જરૂરી ફેરફારો કરીને (૫) માહિતી આપવામાં અધિકાર બાબતે તેના અધિકારીઓ માટે તાલીમની જોગવાઇઓ વિસ્તૃત કરવા (૬) કલમ ૪ ની પેટા કલમ (૧)ના ખંડ (બી)ના પાલન માટે વાર્ષિક રિપોર્ટની જોગવાઇ કરવા (બી) જાહેર સતા મંડળે ફરીયાદીને થયેલ કોઇપણ નુકશાન યા અન્ય કોઇ હાની માટે વળતર ચુકવવાનું (સી) આ અધીનિયમ હેઠળ જોગવાઇ કરેલ કોઇ દંડ લાદવો (ડી) અરજીને ના મંજુર કરવા માટે જાહેર સતાધિકારીને ફરમાવવાનો સત્તા રહેશે, (૯) કેન્દ્રીય કે રાજય માહિતી પંચ જે મુજબનો કેસ હોય તે મુજબ ફરીયાદીને તેના અપીલના હકક સહિત અને જાહેર સતામંડળને પોતાના નિર્ણયની નોટીશ પાઠવવી, (૧૦) કેન્દ્રીય કે રાજય માહિતી પંચ જે મુજબનો કેસ હોય તે મુજબ ( નિયત કર્યા મુજબની પ્રક્રિયાને અનુરૂપ અપીલ અંગે નિર્ણય કરશે.
Copyright©2023 - HelpLaw