દંડ - કલમ:૨૦

દંડ

(૧) જયારે કેન્દ્રીય કે રાજય માહિતી પંચ જે મુજબનો કેસ હોય તે મુજબ કોઇપણ ફરિયાદ યા અપીલ અંગે નિણૅય કરતી વખતે એવો અભિપ્રાય હોય કે બંને પંચ પૈકી અધિકારીએ જે મુજબનો કેસ હોય તે મુજબ કોઇપણ વ્યાજબી કારણો વગર માહિતી માટેની અરજી ફગાવી દીધી હોય અથવા કલમ ૭ ની પેટા કલમ (૧) મુજબ નિયત સમય મયૅ દામાં પુરી પાડી ન હોય યા તો માહિતીની વિનંતીને બદઇરાદે નકારી યા જાણીબુઝીને ખોટી અધૂરી કે ગેરમાર્ગે દોરનારી આપી હોય યા વિનંતી કરાયેા વિષયની માહિતીનો નાશ કયૅ । હોય અથવા અડચણો કરી હોય તો અરજી મળ્યાના પુરી પાડયાની તારીખથી દરેક દિન દીઠ રૂ.બસો પચાસ લેખે દંડ કરશે જો કે આ દંડની રકમ રૂ.પચ્ચીસ હજારથી વધવી ન જોઇએ. જોગવાઇ કરવામાં આવી છે કે કેન્દ્રીય કે રાજય જાહેર માહિતી અધિકારીને જે મુજબનો કેસ હોય તે મુજબ આવો દંડ ફરમાવવા અગાઉ તે તેઓને સાંભળવાની વ્યાજબી તક પુરી પાડવામાં આવશે. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે પોતે વ્યાજબી અને કુશળતાથી વર્ષ હતા તેવુ પુરવાર કરવાનો બોજો કેન્દ્રીય કે રાજય જન માહિતી અધિકારી પર જે મુજબનો કેસ હોય તે મુજબ રહેશે. (૨) કેન્દ્રીય કે રાજય માહિતી પંચ જે મુજબનો કેસ હોય તે મુજબ કોઇપણ ફરિયાદ અપીલ અંગે નિર્ણય કરતી વખતે કેન્દ્રીય કે રાજય જન માહિતી અધિકારી જે મુજબનો કેસ હોય તે મુજબ વ્યાજબી કારણો વગર અને સતત માહિતી માટેની અરજી સ્વીકારવામાં નિષ્ફળ રહ્યા હોય અથવા કલમ ૭ ની પેટા કલમ (૧) હેઠળ ઠરાયેલી સમય મયૅાદામાં માહીતી પુરી પાડી ન હોય અથવા માહીતી માટેની અરજી બદઇરાદાથી નકારી કાઢી હોય યા જાણીબુઝીને ખોટી અધૂરી કે ગેરમાર્ગે ઘેરનારી આપી હોય થા જે વિષય અંગે વિનંતી કરવામાં આવી હોય તે માહિતીનો નાશ કર્યું। અથવા માહિતી પુરી પાડવામાં અડચણો કોઇપણ પ્રકારની કરી હોય તો સબંધિત કેન્દ્રીય કે રાજય જન માહિતી પંચ અધિકારી જે મુજબનો કેસ હોય તે મુજબ વિરૂધ્ધ તેમને લાગુ પાડના સેવાના નિયમો હેઠળ શિસ્તપાલનને લગતા પગલા ભરવા માટે ભલામણ કરશે.