આ કાયદો ચોકકસ સંગઠનોને લાગુ પડશે નહિ. - કલમ:૨૪

આ કાયદો ચોકકસ સંગઠનોને લાગુ પડશે નહિ.

(૧) આ કાયદામાં જે કાંઇપણ જણાવ્યુ હોય તે બીજી અનુસૂચિમાં નિર્દિષ્ટ કરેલા કેન્દ્ર સરકાર દ્રારા સ્થાપવામાં આવેલા સુરક્ષા કે ગુપ્તચર સંગઠનોને લાગુ પડશે નહિ અથવા તે સરકારના એવા સંગઠનો દ્રારા પુરી પાડવામાં આવેલી માહિતીને લાગુ પડશે નહિ. જોગવાઇ કરવામાં આવી છે કે ભ્રષ્ટાચાર અને માનવ અધિકારોના ઉલ્લંઘન આક્ષેપને લગતી માહિતી આ પેટા કલમ હેઠળ બાકાત રહેશે નહિ. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે માનવ અધિકારોના ઉલ્લંઘનના આક્ષેપોના સબંધમાં માગવામાં આવેલી માહિતી કેન્દ્રીય માહિતી પંચની મંજૂરી આવે તે પછી જ પુરી પાડવામાં આવશે અને કલમ ૭ માં જે કાંઇપણ બાબત જણાવેલ છે તેને ધ્યાનમાં લીધા સિવાય એવી માહિતી વિનંતી મળ્યાની તારીખથી પીરતાલીસ દિવસની અંદર પુરી પાડવાની રહેશે. (૨) કેન્દ્ર સરકાર રાજપત્રમાં જાહેરનામા દ્વારા પરિશિષ્ઠમાં સુધારો કરી શકશે અને તેમા તે સરકાર દ્રારા સ્થાપવામાં આવેલ અન્ય કોઇપણ ગુપ્તચર અથવા સુરક્ષા સંગઠનનો સમાવેશ કરી શકશે અથવા નિર્દિષ્ઠ રાખેલ કોઇપણ સંગઠનને તેમાંથી પડતુ મુકી શકશે અને તેવું પ્રકાશિત કરાયેલ જાહેરનામા સાથે પરિશિષ્ટમાંથી તેવુ સંગઠન દૂર કરવામાં આવ્યું છે તેવું માની લેવાશે (૩) પેટા કલમ (૨) હેઠળ બહાર પાડવામાં આવેલું દરેક જાહેરનામું સંસદના દરેક ગૃહ સમક્ષ રજુ કરાશે. (૪) આ કાયદામાં જે કંઇપણ બાબત દશૅાવી છે તે રાજય સરકાર દ્રારા સ્થાપવામાં આવેલા એવા ગુપ્તચર અને સુરક્ષા સંગઠનોને પણ લાગુ પાડશે નહી કે જેને સરકાર પ્રસંગોપાત રાજપત્રમાં જાહેરનામું બહાર પાડીને નિદિષ્ટ કરી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે ભ્રષ્ટાચાર અને માનવ અધિકારોનો ઉલ્લંઘન અંગેના આક્ષેપોની માહિતિઆ પેટા કલમ હેઠળ બાકાત રહેશે નહી. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે માનવ અધિકારોના ઉલ્લંઘન અંગેના આક્ષેપોના સબંધમાં માંગવામાં આવેલી માહિતીના કેસમાં રાજય માહિતી પંચ મંજુરી આપે તે પછી જ તેવી માહિતી પૂરી પાડવામાં આવશે. અને કલમ ૭ માં જે કોઇ બાબત જણાવેલી છે તેને લક્ષમાં લીધા સિવાય વિનંતી મળ્યાની તારીખથી પીસ્તાલીસ દિવસની અંદર આવી માહિતી પૂરી પાડશે. (૫) પેટા કલમ (૪) હેઠળ બહાર પાડવામાં આવેલું દરેક જાહેરનામુ રાજયની વિધાનસભા સમક્ષ રજૂ કરાશે,