
દેખરેખ રાખવા અને અહેવાલ આપવા બાબત
(૧) કેન્દ્રિય અને રાજય માહિતી પંચ જે મુજબનો કેસ હોય તે મુજબ શકય એટલા વ્યવહારપણાથી દર વષૅના અંતમાં આ કાયદાની જોગવાઇઓના અમલીકરણ પરનો તે વષૅનો અહેવાલ તૈયાર કરશે અને સબંધિત સરકારને તેની નકલ મોકલશે. (૨) દરેક મંત્રાલય કે વિભાગ પોતાની હકુમત હેઠળના જાહેર સતામંડળોને લગતી એવી માહિતી એકત્ર કરીને કેન્દ્રિય/ રાજય માહિતી પંચને જે મુજબનો કેસ હોય તે મુજબ પુરી પાડશે જેથી આ કલમ નીચે અહેવાલ તૈયાર થઇ શકે અને તે માહિતી પુરી પાડવા અને નોંધોની જાળવણીના હેતુ માટે જે જરૂરીયાત હોય તેનું પાલન કરશે. (૩) દરેક અહેવાલમાં તે રિપોટૅ જે તે વષૅ સબંધમાં તે અહેવાલ શેને લગતો છે તે દશૅ વિશે. (એ) દરેક જાહેર સતામંડળને માહિતી મળેલી વિનંતીઓની સંખ્યા (બી) આ કાયદા હેઠળ વિનંતીઓને લગતા દસ્તાવેજો સુલભ બનાવવા માટે અરજદારને હકકદાર ન હોય તેવા અપાયેલા નિર્ણયોની સંખ્યા આ કાયદાની જોગવાઇઓ હેઠળ નિર્ણયો લેવાયા હતા અને કેટલીવાર એવી જોગવાઇઓનો ઉપયોગ કરાયો તેની સંખ્યા (સી) કેન્દ્રિય કે રાજય માહિતી પંચને જે મુજબનો કેસ હોય તે મુજબની સમીક્ષા માટે મોકલવામાં આવેલી અપીલોની સંખ્યા અપીલોનું સ્વરૂપ અને પરીણામ (ડી) આ કાયદાના અમલીકરણના સબંધના કોઇપણ અધીકારી વિરૂધ્ધ શિસ્તનાં પગલા ભરવામાં આવ્યા હોય તેની વિગતો (ઇ) આ કાયદા હેઠળ દરેક જાહેર સતામંડળે ઉઘરાવેલ ખર્ચની રકમ (એફ) આ કાયદાનો ઇરાદો અને ભાવનાના અમલીકરણ અંગે જાહેર સતામંડળ દ્રારા હાથ ધરાયેલા પ્રયાસો નિર્દેષ કરતી કોઇપણ હકકીકતો (જી) આ કાયદા દ્રારા અથવા અન્ય કાયદા અથવા સામાન્ય કાયદા દ્રારા અથવા માહિતી સુલભ બનાવવાના હકકને કાર્યરત બનાવવા માટે અન્ય કોઇપણ બાબતો સબંધે વિકાસ સાધવા સુધારણા આધુનિકરણ નવીનીકર અથવા સુધારા કરવા માટે જાહેર સતા મંડળોના સબંધમાં જે કંઇ ભલામણો સહિત સુધારણાની માટેની ભલામણો (૪) કેન્દ્ર સરકાર અથવા યથાપ્રસંગ રાજય સરકાર દરેક વષૅ પુરૂ થયા પછી વ્યવહાય હોય તેટલું ઝડપથી પેટા કલમ (માં ઉલ્લેખેલ કેન્દ્રીય માહીતી પંચ અથવા યથાપ્રસંગ રાજય માહિતી પંચના અહેવાલની એક નકલ સંસદના દરેક ગૃહ સમક્ષ અથવા યથાપ્રસંગ જયાં રાજય વિધાનમંડળના બે ગૃહો હોય ત્યાં રાજય વિધાનમંડળના દરેક ગૃહ સમક્ષ અને જયાં રાજય વિધાનમંડળનુ એક ગૃહ હોય ત્યાં તે ગૃહ સમક્ષ મુકાવી શકાશે. (૫) કેન્દ્રીય માહિતી પંચ અથવા યથાપ્રસંગ રાજય માહિતી પંચને એમ જણાય કે આ અધિનિયમ હેઠળના જાહેર સતાધિકારીના કાયૅાના અમલની બાબતમાં જાહેર સતાધિકારીનો વ્યવહાર આ અધિનિયમની જોગવાઇઓ અથવા ભાવના સાથે સુસંગત નથી તો તે (પંચ) સતાધિકારીને તેમના (પંચના) અભિપ્રાય મુજબ આવી સંવાદિત (સુસંગતતા) ને પ્રોત્સાહન આપવા માટે લેવા આવશ્યક હોય તેવા પગલા નિર્દિષ્ટ કરતી ભલામણ કરી શકશે.
Copyright©2023 - HelpLaw