
યોગ્ય સરકારે તૈયાર કરવાના કાર્યક્રમો
(૧) નાણાંકીય અને સાધનોની ઉપલબ્ધિને આધિન યોગ્ય સરકાર (એ) આ કાયદાની જાણકારી માટે તેનાં હકકોનો ઉપયોગ કેવી રીતે કરવો તે પ્રજાજનોને અને ખાસ કરીને અજ્ઞાન જન સમુદાયોને સમજાવવા માટે શૈક્ષણિક કાર્યક્રમો તૈયાર કરીને યોજવા (બી) ખંડ (એ) માં ઉલ્લેખ છે તેવા કાયૅક્રમો તૈયાર કરવામાં અને જાહેર સતામંડળોને યોજનામાં ભાગ લેવા માટે પ્રોત્સાહન પુરૂ પાડવું (સી) જાહેર સતામંડળો દ્રારા પોતાની પ્રવૃતિઓ અંગે સચોટ માહિતીને સમયસર તથા અસરકારક રીતે ફેલાવવા પ્રોત્સાહન આપવું (ડી) જાહેર સતામંડળના કેન્દ્રીય અથવા રાજય જાહેર માહિતી અધીકારીઓને જે મુજબનો કેસ હોય તે મુજબ તાલીમ પુરી પાડવી અને જાહેર સતામંડળના ઉપયોગ માટે તાલીમ સબંધી સામગ્રીનું નિમૅણ કરવું (૨) યોગ્ય સરકાર આ કાયદાની શરૂઆત થયેથી અઢાર માસ અંતગૅત પોતાની સતાવાર ભાષામાં માહિતીપ્રદ માર્ગદશિકા પ્રકાશીત કરીને કાયદા અનુસાર નિર્દિષ્ટ કોઇપણ હકકનો ઉપયોગ કરવા ઇચ્છતા વ્યકિત દ્રારા યોગ્ય અને જરૂરી હોય તેવા પ્રકારની સરળ રીતે સ્પષ્ટ થયેલી હોય (૩) જો જરૂર જણાય તો યોગ્ય સરકાર પેટા કલમ (૨) અન્વયે ઉલ્લેખ માગૅદશીકાનું પ્રકાશન છેલ્લામાં છેલ્લી વિગતો સાથે સમયાંતરે કરશે ખાસ કરીને પેટા કલમ (૨) ની સવૅ સામાન્યતાને પૂર્વગ્રહ વગર તેમા નીચેનો સમાવેશ થશે. (એ) કાયદાના ઉદ્દેશો (બી) કલમ ૫ ની પેટા કલમ (૧) હેઠળ નિયુકત કરાયેલા જાહેર સતા મંડળના જાહેર માહીતી અધિકારી અથવા રાજય જાહેર માહિતી અધિકારીના જે મુજબનો કેસ હોય તે મુજબ પત્ર વ્યવહારનુ; શેરી સાથેનુ સરનામુ ફોન નંબર જો ઉપલબ્ધ હોય તો ઇ-મેઇલ સરનામુ (સી) કેન્દ્રીય જાહેર માહીતી અધિકારી અથવા રાજય જાહેર માહિતી અધિકારીને જે મુજબનો કેસ હોય તે મુજબની માહિતી સુલભ થવા માટેની વિનંતી કેવી રીતે કયા સ્વરૂપમાં કરવી (ડી) આ કાયદા અંતર્ગત જાહેર સતામંડળ કેન્દ્રીય કે રાજય જન માહિતી અધિકારી જે મુજબનો કેસ હોય તે મુજબ તરફથી ઉપલબ્ધ મદદ અને ફરજો (ઇ) કેન્દ્રીય અથવા રાજય માહિતી પંચ જે પ્રકારનો કેસ હોય તે મુજબ તરફથી ઉપલબ્ધ મદદ અને ફરજો (એફ) આ કાયદા મારફત લાદવામાં કે સોંપવામાં આવેલી ફરજો હકકના સબંધમાં કામ કરવામાં નિષ્ફળ જવા બદલ અથવા કામ અંગે કાયદામાં ઉપલબ્ધ બધાજ ઇલાજો અને તેમા પંચ સમક્ષ અપીલ ફાઇલ કરવાની વિગતોની પણ સમાવેશ થશે. (જી) ૬ ને કલમ ૪ ને અનુરૂપ વર્ગીકૃત નોંધોની સ્વૈચ્છિક જાહેરાત પુરી પાડવા માટેની જોગવાઇઓ (એચ) માહિતી મેળવવા માટેની વિનંતી સંદભૅમાં ચુકવવામાં આવનાર ફી સબંધીત નોટીશ અને (આઇ) આ કાયદાને અનુરૂપ માહિતીની સુલભતાના સંદભૅ વધારાના કોઇપણ વિનિયમો બનાવવા હોય તો અથવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યા હોય (૪) જો જરૂર જણાય તો યોગ્ય સરકાર નિયમિત સમયાંતરે છેલ્લામાં છેલ્લી વિગતો સાથેની માર્ગદર્શિકા પ્રકાશીત કરશે.
Copyright©2023 - HelpLaw