નિયમો બનાવવાની સમુચિત સરકારની સતા - કલમ:૨૭

નિયમો બનાવવાની સમુચિત સરકારની સતા

(૧) કેન્દ્ર સરકાર ઓફિશ્યલ ગેઝેટમાં જાહેરનામા દ્રારા આ કાયદાની જોગવાઇઓને અમલમાં લાવવા નિયમો બનાવી શકશે. (૨) ઉપરોકત દશૅ વેલ સતાની સામાન્યતાનો પૂવૅગ્રહ વગર અને ખાસ કરીને નીચેની બાબતો પૈકીની અથવા બધા માટે એવા નિયમો પુરા પાડશે જેમ કે (એ) કલમ ૪ ની પેટા કલમ (૪) હેઠળ ફેલાવો કરવા માટેની સામગ્રીની છપાઇની પડતર અથવા માધ્યમની પડતર કિંમત (બી) કલમ ૬ ની પેટા કલમ (૧) .૬ હેઠળ ચૂકવવાપાત્ર ફી (સી) કલમ ૭ ની પેટા કલમ (૧) અને (૫) હેઠળ ચૂકવવાપાત્ર થતી ફી (ડી) કલમ ૧૩ ની પેટા કલમ (૬) અને કલમ ૧૬ ની પેટા કલમ (૬) હેઠળ અધિકારીઓ અને અન્ય અધિકારીઓની સેવાની શરતો નિયમો અને ચુકવવાપાત્ર સ્ગાર ભથથા (ઇ) કલમ ૧૯ની પેટા કલમ (૧૦) હેઠળ અપીલો અંગેના નિણૅયો કરવામાં કેન્દ્રીય કે રાજય માહિતી પંચ જે મુજબનો કેસ હોય તે મુજબ દ્રારા અપનાવવામાં આવનારી પ્રક્રિયા અને (એફ) અન્ય કોઇપણ બાબત કે જે સૂચવવી જરૂરી હોય અથવા સૂચવેલ હોય